જયપુર અગ્નિકાંડ જેવી બીજી ઘટના! મુંબઈ-પુણે હાઈવે પર લાગી આગ, કેમિકલ ઢોળાતા અનેક વાહનો ભડકે બળ્યા, જુઓ ભયંકર વીડિયો

દિવસેને દિવસે આગની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ જયપુરમાં ભયંકર આગ લાગી હતી. ત્યારે આવો જ બીજો બનાવ મહારાષ્ટ્રમાં બન્યો છે. જેમાં, મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મુંબઈ-પુણે હાઈવે નજીક બુધવારે સવારે કેમિકલ લઈ જતું ટેન્કર પલટી ગયું અને આગ લાગી ગઈ. જેના કારણે બે કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

મળતી માહિતી અનુસાર, કેમિકલથી ભરેલું ટેન્કર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળ્યા પછી ખોપોલીમાં પલટી ગયું અને તેમાં આગ લાગી ગઈ. આખું ટેન્કર આગની ઝપેટમાં આવી ગયું અને કેમિકલ રસ્તા પર ફેલાઈ જવાને કારણે આગ રસ્તાના કિનારે 20-25 ફૂટ સુધી ફેલાઈ ગઈ હતી. આગ લાગવાને કારણે થોડીવાર માટે ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘટનાને કારણે બે કલાક સુધી રસ્તા પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ખોપોલી વિસ્તાર પર હાઈવે નજીક પટેલ નગરના શિલફાટામાં સવારે 6.15 વાગ્યે બની હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સ્પીડમાં જઈ રહેલા ટેન્કર ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેવાને કારને ટેન્કર પલટી ગયું. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાને કારણે આગ લાગી ગઈ અને નુકસાન થયું. માહિતી મળ્યા બાદ ખોપોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટાટા, ગોદરેજ ગ્રુપ, HPCL અને JSWના ફાયર બ્રિગેડના વાહનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે કહ્યું કે થોડા સમય બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગના કારણે વીજ સપ્લાય કાપવી પડી

સાવચેતીના પગલારૂપે આ વિસ્તારમાં ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. સાથે જ વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ખોપોલીમાં ટેન્કર પલટી ગયું. ટેન્કરમાં લાગેલી આગને કારણે રોડ કિનારે આવેલા ઘાસમાં આગ લાગી હતી અને આગ ફેલાઈ ગઈ હતી.

તાજી થઈ જયપુર ગેસ ટેન્કર દુર્ઘટના

આ દુર્ઘટનાએ જયપુરમાં ગેસ ટેન્કર દુર્ઘટનાની યાદ અપાવી દીધી. જેમાં અત્યાર સુધીમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયપુરમાં LPGથી ભરેલા ટેન્કરની ટ્રક સાથે ટક્કરના કારણે ટેન્કરમાંથી ગેસ લીક થયો અને જેને લીધે લાગેલી ભીષણ આગે નજીકના 35 થી વધુ વાહનોને
ઝપેટમાં લીધા હતા.

Twinkle