ખબર

અમદાવાદમાં વધુ એક જગ્યાએ લાગી આગ, જાણો સમગ્ર મામલો

4 નવેમ્બરના રોજ પીરાણામાં આવેલા કાપડના ગોડાઉનમાં લાગેલી આગની દુર્ઘટનાની શાહી હજુ સુધી સુકાઈ નથી. તો ફરી એક આગની ઘટના સામે આવી છે. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે.

Image source

અમદાવાદના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલા ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇંક નામની કંપનીમાં આગ લાગી છે. આગના બનાવની જાણ થતાં ફાયર વિભાગની 10 જેટલી ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ આગને પગલે નાસભાગ પણ મચી જવા પામી છે. હાલ મળી રહેલી માહિતી મુજબ કોઈ જાનહાનીના અહેવાલ નથી. ઘટનાની જાણ થતા કઠવા઼ડા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મામલાણી તપાસ કરી રહી છે.
જણાવી દઈએ કે, 4 નવેમ્બરે પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના ઘટી હતી જેમાં 12 હતભાગીઓના મોત નિપજ્યા હતા. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.