સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં સ્થિત ફોર્ચ્યુન મોલમાં એક ગંભીર અગ્નિકાંડની ઘટના સામે આવી છે. મોલમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં લાગેલી આગને કારણે બે મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. અગ્નિશામક દળની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
અગ્નિશામક વિભાગના અધિકારીઓએ જણાવ્યા મુજબ, ઘટના સમયે જીમ બંધ હતું, પરંતુ સ્પા કાર્યરત હતું. નોંધનીય છે કે આ સંકુલને અગાઉ સલામતી માપદંડો અંગે નોટિસ આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટ આગનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
રાહતની વાત એ છે કે બચાવ કાર્ય દરમિયાન ત્રણ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઇમારતને ફાયર NOC માટે અગાઉ પાંચ વખત નોટિસ જારી કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કચેરીની નજીક આવેલા આ કોમ્પ્લેક્સમાં વેસુ અને મજુરા ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
મીડિયા રિપોર્ટ દિવ્યભસ્કર મુજબ, આખા મોલનો આગળનો ભાગ બંધ છે. મોલનું બાંધકામ જ એ પ્રકારનું છે કે, કોઈપણ પ્રકારે હવાની અવરજવર થઈ શકે તેમ નથી. વધુમાં કહી શકાય કે આ કારણોસર જ આગ લાગ્યા બાદ ધુમાડો અંદર જ રહ્યો હતો. બંને ડેડબોડીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી છે.
આગ લાગી ત્યારે સ્ટાફના અંદર 5 લોકો હતા. 5 મહિલા અને એક વોચમેન હતો. ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યા હતા. જ્યારે બે સ્ટાફની મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો. જેથી, કરીને સ્મોક ન આવે પરંતુ, વધુ પડતા હિટને કારણે સ્મોક ફેલાયો હતો. ગૂંગળામણના કારણે બંને સ્પા મહિલા કર્મચારીઓનું મોત થઈ ગયું છે. શરીર ઉપર દાઝ્યાના કોઈ નિશાન નથી.
સુરતના મેયર દક્ષેશ માવાણીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને જણાવ્યું કે આ કોમ્પ્લેક્સને ફાયર NOC અંગે પૂર્વે નોટિસ આપવામાં આવી હતી. આ દુર્ઘટનામાં બે મૃત્યુ અને બે લોકોનો બચાવ થયો છે, જ્યારે અગ્નિશામક દળે આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસમાં બહાર આવ્યું છે કે શિવપૂજા કોમ્પ્લેક્સમાં આવેલું સ્પા ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું. જીમ અને સ્પા વચ્ચે જોડાણ હતું, અને જીમમાં અગ્નિસુરક્ષાના સાધનોનો અભાવ હતો, જેના કારણે સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. શોર્ટસર્કિટથી શરૂ થયેલી આગે આ કરુણ ઘટનાને જન્મ આપ્યો.
તમને જણાવી દઈએ કે આ આગની ઘટનામાં ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગને અગાઉ 5 વખત ફાયર NOC માટે નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસની સામે જ આ કોમ્પલેક્સ આવેલુ છે અને તેમાં આગની ઘટના બની છે.
View this post on Instagram