રાજકોટ અગ્નિ કાંડ પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાગી આગ, જુઓ ત્યાંની તસવીરો

રાજકોટમાં થોડાક દિવસ પહેલા લાગેલી આગ દુર્ઘટનાની હજુ કળ વળે તે પહેલા અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અત્યાર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં નવી કેન્સર બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

ફાયર સેફ્ટીના સાધનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલ કેમ્પસની નવી કેન્સર બિલ્ડિંગના પાંચમા માળે એસી કમ્પ્રેસરમાં આગ લાગી હતી. આથી કઈક બળતું હોવાની દુર્ગંધ ફેલાતા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સિવિલમાં આગ લાગવાની ઘટના સામે આવતા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો સદુપયોગ કરીને આગ બુઝાવી લેવામાં આવી હતી. એર કંડિશનના કોમ્પ્રેસરમાં આગ લાગતાં પાંચમા માળે કંઈક બળતુ હોય તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થતા જ આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતા.

બીજી તરફ દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગની છત ઉપર એસી કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બનતા તુરંત આઈસીયુમાંથી દર્દીને ખસેડી લેવાતાં મોટી જાનહાની ટળી હતી.

YC