ખબર

કોમેડિયન કપિલ શર્માના ફ્લેટમાં લાગી ભીષણ આગ, જુવો વિડીયો

તેની કોમેડીથી બધા હંસાવનાર કોમેડિયન કપિલ શર્માના મુંબઈ સ્થિત સાત માળના ફ્લેટમાં ચોથા માળે આગ લાગી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને કોલ કકરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાન-માલનું નુકશાન નથી થયું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, આગ રસોડામાં લાગી હતી. સ્થાનિક લોકોએ આગની ખબર પડતા ફાયર બ્રિગેડને સૂચના આપી હતી. અડધી કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.કપિલના ઘરમાં આગ લાગી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા આ ઘરમાં નથી રહેતો. કપિલ તેના પરિવારજનો સાથે ઓશિવારા સ્થિત એપાર્ટમેન્ટમાં સીફ્ટ થઇ ગયો છે. જે ઘરમાં આગ લાગી હતી તે ઘર બિલકુલ ખાલી જ હતું. આ પહેલા 2013માં કપિલ શર્ટ પર આગ લાગી હતી. ત્યારે આગમાં આખો સેટ બળીને ખાક થઇ ગયો હતો.આ દુર્ઘટનામાં કપિલને લગભગ 20 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

કપિલ શર્માના કામની વાત કરવામાં આવે તો આજકાલ તે તેનો કોમેડી પ્રોગ્રામ ‘ધ કપિલ શર્મા શો’ માં નજરે આવે છે. આ શોને હજુ સુધી સારી સફળતા મળી છે. અને લોકો તેને પસંદ પણ કરે છે. પરંતુ થોડા દિવસોથી આ શોની ટીઆરપીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ શોનું પ્રોડક્શન સલમાન ખાને કર્યું હતું. આ શોમાં સલમાનતેના પિતા અને બહાઈ સાથે પણ આવી ચુક્યો છે. આ શોને લોકોએ ખુબ જ પસંદ કર્યો છે.

 

View this post on Instagram

 

💕

A post shared by Ginni Chatrath (@ginnichatrath) on


આ સિવાય કપિલ બોલીવુડમાં પણ હાથ અજમાવી ચુક્યો છે. કપિલ ‘ કિસ કિસ કો પ્યાર કરું, ફિરંગી જેવી ફિલ્મો ઝળક્યો છે. તો એ પણ અટકળ ચાલી રહી છે કે, મલાયલમ રોમેન્ટિક-કોમેડી ટુ કન્ટ્રીઝની હિન્દી રીમેકમાં પણ કપિલને અપ્રોચ કરવામાં આવ્યો છે. પરંતુ કપિલ તરફથી કોઈ પૃષ્ટિ કરવામાં નથી આવી..

કપિલ શર્માની પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો કપિલ જલ્દી જ પિતા બનશે. કપિલની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે. કપિલે 2018માં લગ્નગ્રંથિથી જોડાયો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks