ખબર

રાજકોટ GIDCમાં વિકરાળ આગઃ 4 ફાયર ફાઈટર સહિત 7 લોકો દાઝ્યા – જુઓ વિડીયો

રાજકોટમાં આજી GIDC ખાતે આવેલા મસ્કોટ નામના કલર કારખાનામાં હાલમાં આગ લાગી ગઈ હતી. આગના કારણે દૂર દૂર સુધી ધૂમાડા જોવા મળ્યા હતા. ભયંકર આગમાં રીતસર ભડભડ બધું સળગતું દેખાયું હતું અને કારખાનામાં ઓઈલ ટેન્કરમાં પણ આગ લાગી જતાં આખું કારખાનું બળીને ખાખ થઈ ગયું હતું. ચીફ ફાયર ઓફિસર સહીત આગમાં દાઝયા અત્યાર સુધીમાં 4 લોકો દાઝયા હોવાના અહેવાલ ફાયર મળતા જ ફાયર બિગ્રેડના લોકો દોડી આવ્યા હતા અને તેમણે આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. આગને કાબુમાં લેવા જતાં એક ફાયર બ્રિગેડ જવાન દાઝ્યો હતો સાથે અન્ય 2 જવાનોના શ્વાસ રુંધાતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હોવાના અહેવાલ મળ્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે, 1 કલાકમાં આગ કાબૂમાં આવી જાય તેવી શક્યતા છે. જે ફેક્ટરીમાં આગ લાગી હતી તેન પાર્કિંગ કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.આગ બુઝાવાની પ્રક્રિયામાં ફોમ અને પાણીના કેમિકલને લીધે આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવાની સમસ્યા થી રહી છે.

મળેલી માહિતી મુજબ ભયંકર આગના કારણે નજીક વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે ઘટનાની જાણ થતા ત્યાં જ 10 જેટલા ફાયર બ્રિગેડ અને પોલીસ દળો પહોંચ્યા છે. આગ પર કાબુ મેળવવાની કોશિશ ચાલુ છે. પરંતુ આ કોશિશમાં ફાયર બ્રિગેડના 5 કર્મચારીઓના શ્વાસ રૂંધાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આગ કોઈ કારોનુસાર બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે અહીંયા અફરાતફરી મચી ગઈ છે. તો આસપાસના વિસ્તારના લોકોને પણ દૂર ખસેડવામાં આવી રહ્યા છે.ફાય૨ બ્રિગેડના જણાવ્યા મુજબ આ કેમીકલ ફેકટ૨ીમાં એક ૨સાયણના કે૨બાથી ભ૨ેલો ટ્રક ઉભો હતો એ જ સમયે તેમાં બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી જેણે જોતજોતામાં ફેકટ૨ીના આસપાસના જગ્યાને પણ પકડી લીધી છે.