ખબર

કોરોનાના હાહાકાર વચ્ચે વધુ એક ખરાબ સમાચાર, અમદાવાદમાં અહીંયા ફાટી નીકળી આગ, જાણો કેટલા મર્યા

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા એક કોમ્પલેક્સમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આશ્રમ રોડ પરના નહેરુબ્રિજ પાસે આવેલા સાકાર-7 કોમ્પ્લેક્સમાં બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે લોકોએ આગથી બચવા નાસભાગ કરી મુકી. આગથી બચવા એક વ્યક્તિએ ઇમારત પરથી પડતું મુકતા તેનું કરુણ મોત નિપજ્યું હતું.

Image Source

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ હાઇડ્રોલિક સીડીની મદદથી ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આગના કારણે બિલ્ડિંગમાં 50 લોકો ફસાયા હતા. વિવિધ માળે ફસાયેલા 50 લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા હતા.

કોમ્પ્લેક્સના ભોંયરામાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં ખબર પડી છે. આગ લાગવાની ઘટનાને કારણે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદના શિવરંજની પાસે અક્ષત ટાવરમાં આગ લાગી હતી. આઇટી ઓફિસના સર્વરમાં લાગી લાગી હતી. આગ લાગતા જ 2 ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જો કે આગમાં કોઈ જાનહાની થઇ નહોતી.