થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. અકસ્માત દરમિયાન દાઝી જવાથી ઘણા લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. આગ બુઝાવવામાં અને પીડિતોને મદદ કરવામાં સ્થાનિક લોકો પણ બચાવ અને રાહત ટીમમાં જોડાયા હતા. બેંગકોક પોસ્ટ અનુસાર, બસ ઉથાઈ થાનીમાં એક શાળાના વિદ્યાર્થીઓને લઈ જઈ રહી હતી. આ દરમિયાન તેમાં આગ લાગી હતી.
જોર સોર 100 ટ્રાફિક રેડિયો નેટવર્કે બપોરે 12.30 વાગ્યે ઝીર રંગસિટ શોપિંગ મોલ પાસે ઇનબાઉંડ ફાહોન યોથિન રોડ પર બસમાં આગ લાગવાની જાણ કરી હતી. આગની આ ઘટનાને કારણે મુસાફરી કરી રહેલા 25 બાળકોના મોતની આશંકા છે. અધિકારીઓ અને બચાવકર્મીઓએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું કે બસમાં 44 બાળકો અને શિક્ષકો સવાર હતા,
તેઓ બધા મધ્ય ઉથાઈ થાની પ્રાંતથી બેંગકોકના અયુત્થાયા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રાજધાનીના ઉત્તરીય ઉપનગર પથુમ થાની પ્રાંતમાં બપોરે આગ લાગી. તેમણે કહ્યું કે બચી ગયેલા લોકોની સંખ્યાના આધારે 25 લોકોના મોતની આશંકા છે.