ખબર

દહેજની ફેક્ટરીનો ધડાકો ભાવનગર સુધી સંભળાયો, હિમ્મત હોય તો જુઓ ભયાનક 7 તસવીરો

દહેજની યશસ્વી ફેક્ટરીમાં બોઇકલરમાં જોરદાર ધડાકો થયો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારો ધ્રુજી ગયા હતા. આ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે.

હાલમાં જ સમાચાર મળ્યા કે ભરૂચ જિલ્લાના દહેજએ આવેલી યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 8 કામદારના મૃત્યુ થયા છે. જ્યારે 50 આસપાસ વર્કર દાઝ્યા છે. જેને પગલે ભરૂચ જિલ્લા સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે યશસ્વી કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

દહેજના સેઝ-2માં આવેલી યશસ્વી કંપનીમાં થોડા સમય પહેલા ધડાકા સાથે બ્લાસ્ટ થયો. જેના લીધે કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની કંપનીના છાપરા ઉડી ગયા અને બારી-દરવાજા પણ તૂટી ગયા. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે બ્લાસ્ટને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા.

આ ઘટના બાબતે આસપાસના ગામના લોકો પણ ગભરાટના માર્યા દોડી આવ્યા. મામલાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. 2 કામદારોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. આગ પછી આ કામદારોની ડેડ બોડી પ્લાન્ટમાં દેખાયા હતા. ઘણી મહેનત પછી વિવિધ કંપનીના ફાયર ટેન્ડરોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગેલ પ્લાન્ટમાં હાલ હાઇડ્રોજન ગેસનું ટેન્કર હોવાથી તેના કુલિંગની પ્રક્રિયા હજી પણ ચાલુ છે.

કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ અંગેનો વીડિયો ટ્વીટર હેન્ડલ પર અપલોડ કર્યો છે. અમિત ચાવડાએ ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાતના ભરૂચ જિલ્લાની ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગને લીધે અનેક લોકો દાઝી ગયા છે. સાથે જ તેમણે CM વિજય રૂપાણી અને ડેપયૂટી CM નીતિનભાઈ પટેલને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક મદદ કરવાની વ્યવસ્થા કરવાનું જણાવ્યું છે.