ખબર

અમદાવાદના આ વિસ્તારમાં એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, 15 જેટલા લોકોને બચાવી લેવાયા

ગુજરાતના અમદાવાદમાં એક ઊંચી ઇમારતમાં આગ લાગવાની ઘટના ઘટી છે. મળેલી જાણકારી અનુસાર, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા ગણેશ જિનેસિસ ફ્લેટના 6ઠ્ઠા માળ પર આવેલા એક ઘરમાં એસીનું કોમ્પ્રેસર ફાટતા આગ લાગી છે. આ આગ લાગવાની ઘટનાને પગલે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ કર્યા હતા.

આ લાગ્યા બાદ હવાને કારણે આ આગ વધુ ફેલાઈ હતી અને 5, 7 અને 9મા માળે પણ આગની અસર થઇ હતી, જેનાથી અહીં રહેતા લોકોને પણ આગની અસર થઇ હતી. આગથી બચવા આ લોકો ધાબે જતા રહ્યાં હતા. આગ લાગતા લગભગ 30 જેટલા લોકો બિલ્ડિંગમાં ફસાયા હતા, જેમાંથી મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ આગ કાબુમાં આવી ગઈ છે અને કૂલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

Image Source

ફાયર બ્રિગેડની આ બચાવ કામગીરી દરમ્યાન ટેક્નિકલ ખામી સર્જાતા ફાયરનું સ્નોરેકલ બંધ થઇ ગયું હતું, જેને ચાલુ કરવાના વારંવાર પ્રયાસો બાદ પણ ચાલુ થઇ શક્યું ન હતું. આગને કારણે અહીં ચારેતરફ ધુમાળાના ગોટા જોવા મળ્યા છે, ત્યારે માહિતી મુજબ આગ સોસાયટીની ઈ વિંગમાં લાગી હતી.

ફસાયેલા લોકોમાંથી 15 લોકોને બચાવી લીધા બાદ હાલ 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જયારે બીજા ત્રણ લોકોને પણ સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Video:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks