ખબર

હે ભગવાન, ફરી એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, સારવાર લઇ રહેલા 10 દર્દીઓ આગમાં હોમાઈ ગયા

હોસ્પ્ટિલમાં આગ લાગવાની ઘટનાઓ અવાર નવાર સામે આવી રહી છે, થોડા સમય પહેલા જ અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હાલ મુંબઈની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

મુંબઈના ભાંડુપ વિસ્તારના એક મોલમાં ચાલી રહેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગી છે. આ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. પહેલા હોસ્પિટલના એક ભાગમાં આગ લાગી હતી અને થોડા સમય બાદ બીજા એક ભાગમાં પણ આગ લાગી હતી. 14 કલાક બાદ પણ આગ ઉપર કાબુ નથી મેળવી શકાયો.

મુંબઈની આ હોસ્પિટલમાં લાગેલી આગની અંદર સારવાર લઇ રહેલા 10 લોકો બળીને ભડથું થઇ ગયા છે, જ્યારે મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર હજુ પણ આ આંકડો વધી શકે છે.

તમને જણાવી દઈએ કે જે ડ્રિમ મોલમાં આગ લાગી છે તેને 2009માં બનાવવામાં આવ્યો હતો. આ મોલની અંદર લગભગ 1000 નાની દુકાનો, 2 બેન્કવેટ હોલ અને એક હોસ્પિટલ છે. કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે ગયા વર્ષે હોસ્પિટલને કંડિશનલ ઓસી આપવામાં આવ્યું હતું.