લફરાબાજ બ્રિટિશ મહિલાએ મિત્રતા કેળવી વેરાવળના યુવક સાથે કરી અધધધ લાખની છેતરપિંડી

ભૂરીએ લગાવ્યો વેરાવળના યુવકને ચૂનો : ‘માય ડાર્લિંગ, મારે તમને મળી ખુબ લવ કરવો છે પણ ઇન્ડિયન કરન્સી…’ જાણો વિગત

કહેવાય છે ને કે લાલચ એ ખરાબ વસ્તુ છે અને લાલચ લોકોને મુશ્કેલીમાં પણ મૂકી દેતી હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેના કારણે ઘણા લોકોને તેમના પૈસા પણ ગુમાવવા પડતા હોય છે. લાલચ બહુત બુરી ચીઝ હે આ કહેવતને સાર્થક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે, જેને કારણે એક યુવકને 8 લાખનો ચૂનો લાગ્યો છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી ફિરંગી મહિલાએ મિત્રતા કેળવી અને યુવકને વિશ્વાસ લીધો તે બાદ પોતે ઇન્ડિયા આવી હોઇ અને તેની પાસે ઇન્ડીયન કરન્સી ન હોવાનું કહી મદદ માંગી. આ ફિરંગી મહિલાએ તેના બદલમાં યુવકના ખાતામાં 6 કરોડ જમા કરાવી દેવાની લાલચ આપી અને એક જ દિવસમાં અલગ અલગ બહાના હેઠળ ત્રણ વખત દિલ્‍હીના SBIના બેન્ક એકાઉન્ટમાં રૂ.8 લાખ જેટલી રકમ યુવક પાસેથી જમા કરાવી હતી.

આખરે આ બાબતે યુવકને શંકા ગઇ અને તેણે બેંકમાં તપાસ કરતા પોતાની સાથે થયેલ છેતરપિંડીનો અહેસાસ થયો. આ યુવકે ફિરંગી મહિલા વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. તમને જણાવી દઇએ કે, આ કિસ્સો વેરાવળનો છે અને યુવકે વેરાવર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલિસે પણ ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે.

આ યુવક વેરાવળમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. મુળ યુપીના દેવાનંદ દુબે વેરાવળમાં પાલિકા કચેરીની બાજુમાં એઆરસી ટ્રાન્‍સપોર્ટની ઓફિસ ધરાવે છે અને તેમની ઉંમર 47 વર્ષ છે. તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ આવ્યો હતો અને તેણે બ્રિટિશ નાગરિક જેસી અલીકીયા પીટરસન હોવાનું જણાવ્યુ હતુ અને વાતચીત કરી વિશ્વાસમાં લઇ યુવકના નંબર લીધા હતા.

Shah Jina