ખબર ફિલ્મી દુનિયા

દુબઈથી પરત ફર્યા તો અરબાઝ અને સોહેલ સામે કેમ નોંધાઈ FIR ? જાણો વિગત

સલમાન ખાનના બંને ભાઈઓએ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા, જાણો સમગ્ર વિગત : કોરોના મહામારીને લીધે લાગુ કરાયેલા લોકડાઉન પછી ધીમે ધીમે અનલોકની પ્રક્રિયા શરૂ થઇ હતી. જો કે અનલોકમાં પણ ઘણા નિયમો ફરજીયાત કરી દેવામાં આવ્યા છે, અને લોકો ખુબ સાવધાની પણ રાખી રહ્યા છે.
Image Source

એવામાં સલમાનના બંન્ને ભાઈઓ સોહેલ ખાન અને અરબાઝ ખાન પર કોરોનાનો નિયમ તોડવાનો આરોપ લાગ્યો છે.જેને લીધે બંને ખાન બ્રધર્સ અને સોહેલના દીકરા નિર્વાણ ખાન પર એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.

Image Source

વાત કંઈક એવી છે કે બંને ખાન બ્રધર્સ અને નિર્વાણ ખાન 25 ડિસેમ્બરના રોજ UAEથી મુંબઈ આવ્યા હતા, જેના પછી ત્રણેને તાજ હોટેલમાં ક્વૉરૅન્ટિન થવાનું હતું પણ આવું ન કરતા ત્રણે સીધા જ મુંબઈ બાન્દ્રામાં પોત પોતાના ઘરે ચાલ્યા ગયા હતા.જેને લીધે ત્રણ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે બંને ખાન બ્રધર્સ કોરોના નિયમોનું પાલન ન કરતા બેદરકારી કરતા જોવા મળ્યા છે. જેને લીધે બીએમસીએ એફઆઇઆર દાખલ કરી છે. જેના પછી ત્રણેને મુંબઈની તાજ હોટલમાં ક્વૉરૅન્ટિન કરવામાં આવ્યા છે. જો કે અમુક સમય પહેલા પણ અરબાઝ ખાન માસ્ક ન પહેરવાને લીધે આલોચનાનો શિકાર થયો હતો.