RCBની ટીમનો આ ખેલાડી નીકળ્યો ફ્રોડ, તેના વિરુદ્ધ નોંધાયો કેસ, થઇ ગયો ફરાર, જાણો સમગ્ર મામલો

IPLમાં ઘણા યૂવા ક્રિકેટરોના નસીબ બદલાઈ ગયા છે, ઘણા ખેલાડીઓ પોતાની મહેનતના દમ પર આજે કરોડપતિ પણ બની ગયા છે, અને ભારતીય ટીમમાં પણ જગ્યા બનાવી દીધી છે, ત્યારે હાલ એવા એક ખેલાડીની કહાની વાયરલ થઇ રહી છે જેના વિરુદ્ધ હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને તે ફરાર થઇ ગયો છે.

છત્તીસગઢનો સ્ટાર ક્રિકેટર હરપ્રીત સિંહ ભાટિયા ફસાઈ ગયો છે. રાયપુરના વિધાનસભા સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે ક્રિકેટરે નકલી રીતે સરકારી નોકરી મેળવી હતી. કેસ નોધાયા બાદ પોલીસે હરપ્રીત સિંહ ભાટિયાની શોધ શરૂ કરી છે, પરંતુ ફોન સતત બંધ આવી રહ્યો છે. એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ દ્વારા 11 મેના રોજ વિધાનસભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદ અનુસાર વર્ષ 2014માં લેખપાલની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી હતી. હરપ્રીત સિંહ ભાટિયાએ ક્રિકેટ કેડરમાંથી અરજી કરી હતી અને શૈક્ષણિક લાયકાતમાં બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી B.Com ના અંતિમ વર્ષની માર્કશીટ માટે અરજી કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુનિવર્સિટી દ્વારા હરપ્રીત સિંહ ભાટિયાને માર્કશીટ આપવામાં આવી ન હતી. એટલે કે હરપ્રીત સિંહ ભાટિયાને નકલી દસ્તાવેજોના આધારે સરકારી નોકરી મળી હતી.

છેતરપિંડીનો પર્દાફાશ થયા બાદ હરપ્રીત સિંહ ભાટિયા વિરુદ્ધ કલમ 420, 468, 467, 469, 470 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વિધાનસભા પોલીસે હરપ્રીત સિંહ ભાટિયાની શોધખોળ શરૂ કરી છે. વિધાનસભા પોલીસનું કહેવું છે કે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બાલોદ જિલ્લાનો રહેવાસી હરપ્રીત સિંહ ભાટિયા છત્તીસગઢ ક્રિકેટ ટીમનો કેપ્ટન છે.

તેણે ફર્સ્ટ ક્લાસ રણજી ટ્રોફી 2019-20માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરપ્રીતે 8 મેચ રમીને 11 ઇનિંગ્સમાં 838 રન બનાવ્યા છે. તેણે બેવડી સદી અને 3 સદી ફટકારી હતી. તે 2016-17માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનો સૌથી વધુ સ્કોરર હતો. હરપ્રીત સિંહ ભાટિયા પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે. તે 2017માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સભ્ય પણ રહી ચૂક્યા છે.

Niraj Patel