બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીના અકસ્માતમાં બે મહિના બાદ થયો મોટો ખુલાસો, આ વ્યક્તિ વિરુદ્ધ કેસ થયો દાખલ, મોતનું સાચું કારણ પણ આવ્યું સામે, જુઓ

બે મહિના પહેલા અમદાવાદ મુંબઈ હાઇવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું દુઃખદ અવસાન થયું હતું. આ ઉપરાંત બે અન્ય લોકો આ અકસ્માતમાં ઘાયલ થયા હતા.  જેના બાદ તાપસ એજન્સીઓ દ્વારા તેમના મોતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાના બે મહિના બાદ હવે તેમના અકસ્માત પાછળનું કારણ સામે આવ્યું છે.

ત્યારે આ મામલામાં પાલઘર પોલીસે સાયરસ મિસ્ત્રીની ગાડી ચલાવનારા ડોક્ટર અનાહિતા પંડોલે વિરુદ્ધ અલગ અલગ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. આ મામલો કાસા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. અનાહિતા વિરુદ્ધ રોડ પર લાપરવાહીથી ગાડી ચલાવવા અને માનવ જીવનને ખતરામાં નાખવા, લાપરવાહીથી ડ્રાઈવિંગ ધારાઓ અને મોટર વાહન અધિનિયમ ધારાઓ અંતર્ગત મામલો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 4 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ખ્યાતનામ ઉદ્યોગતિ સાયરસ મિસ્ત્રી, જહાંગીર પંડોલે, અનાહિતા પંડોલે અને દરિયસ પંડોલે કાર લઈને અમદાવાદ મુંબઈ હાઇવે પરથી મુંબઈ તરફ આવી રહ્યા હતા. તેમની કાર કાસા સ્થિત ઘોલ ગામ પાસે પહોંચી ત્યારે કાર નિયત્રંણ ખોઈને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ. આ દુર્ઘટનામાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું મોત થયું હતું.

આ મામલની તપાસ ડીવાયએસપી પ્રશાંત પરદેશી કરી રહ્યા હતા. ઘટના દરમિયાન ત્યાં હાજર સાક્ષીઓ, પ્રાદેશિક પરિવહન અધિકારી, મર્સીડીઝ બેન્ઝ ઇન્ડિયા પુણે કંપની તરથી તપાસ બાદ માલુમ પડ્યું કે દુર્ઘટના ઓવરટેક કરવાના કારણે થઇ છે. ત્યારે હાલ આ મામલામાં પોલીસે કાર ચલાવનારી અનાહિતા પંડોલે વિરુદ્ધ મામલો દાખલ કરી લીધો છે.

Niraj Patel