છેલ્લા ઘણા સમયથી દેશભરમાં મહિલાઓ અને યુવતિઓ સાથે દુષ્કર્મ અને છેડછાડના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર મહિલા સાથે છેડછાડનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સ્કૂલના પ્રિન્સિપાલ પર યૌનશોષણનો આરોપ લાગ્યો છે. તેની સાથે કામ કરનાર એક મહિલા કોન્ટ્રેક્ટ કર્મીએ તેમના વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પીડિતાનો આરોપ છે કે તેને બ્લડ પ્રેશર ચેક કરાવવાના બહાને પોતાના ચેમ્બરમાં બોલાવતા અને ત્યાં તેની સાથે ગંદી હરકત કરતા.
ઝારખંડના ડીએવી સ્કૂલના પ્રિન્સિપાલ પર યૌનશોષણનો આરોપ લાગ્યો છે.રાંચીના અરગોરા પોલીસ સ્ટેશનમાં DAV કપિલદેવ સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ મહિલા સહકર્મી પર યૌન શોષણનો પ્રયાસ કરવા બદલ FIR નોંધવામાં આવી છે. પીડિતાએ એફઆઈઆરમાં જણાવ્યું કે 22 જુલાઈ 2019થી તે શાળામાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. પ્રિન્સિપાલનું તેમના પ્રત્યેનું વર્તન બરાબર ન હતું. તે તેને બ્લડપ્રેશર ચેક કરવાના બહાને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને તેની સાથે ગંદી ગંદી હરકતો કરતો હતો. અહીં સુધી કે બ્લડ પ્રેશર તપાસવા માટે રૂમમાં બોલાવી તેના પ્રાઇવેટ પાર્ટને ખોટી રીતે સ્પર્શ પણ કરતો હતો. તેના ગેસ્ટ હાઉસમાં આરોપીએ તેના કપડા ફાડી ખોટી હરકત પણ કરી હતી. પીડિતા અનુસાર આરોપી તેને સંબંધ બનાવવા માટે પ્રતાડિત કરતો હતો.
પીડિતાએ કપડાની અંદર મોબાઈલ છૂપાવી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. પીડિતાનો આરોપ છે કે આરોપી પ્રિન્સિપાલ તેના પર સંબંધ બાંધવા માટે દરેક રીતે દબાણ કરતો હતો. તે પીડિતાને તેના મોબાઈલમાંથી ગંદા વીડિયો મોકલતો હતો. ઘણી વખત તેણે બળજબરીથી ખોટું કામ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પીડિતાએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. પીડિતાએ આરોપી પ્રિન્સિપાલની ખોટી વાત ન સ્વીકારતાં પ્રિન્સિપાલે તેને હેરાન કરી હતી. આરોપી દ્વારા પીડિતાને ધમકી આપવામાં આવતી કે જો તું મારી વાત સાંભળીશ તો તું ઊંચાઈએ પહોંચી જઈશ, જો તું નહીં માને તો તું ખૂબ જ પરેશાન થઈ જઈશ.
જો કે, DAV કપિલદેવ સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીની સાથે ગંદી વાતોનો ઓડિયો અને વીડિયો સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. DAV પ્રશાસને એક ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે જે સમગ્ર મામલાની તપાસ કરશે. આચાર્ય બિહારના જમુઈના રહેવાસી છે. તે મહિલા નર્સિંગ સ્ટાફને બીપી ચેક કરવાના બહાને પોતાની ચેમ્બરમાં બોલાવીને કિસ માંગતો હતો. મહિલાએ બે વર્ષના ઉત્પીડન બાદ પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધાવી છે.
Jharkhand | The principal of DAV Kapildev in Ranchi booked for molestation and asking for sexual favours from school nurse. The complaint further states that he had pressurized her for sexual favours on many occasions, and he also sent obscene videos to her: Ranchi Police
— ANI (@ANI) May 25, 2022
પ્રિન્સિપાલે નર્સને ગંદા વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા. આ મેસેજના 16 પેજમાં હોટેલને ફોન કરવાનો અને જો તેઓ નહીં સાંભળે તો પરિણામ ભોગવવાની ધમકી આપવાનો ઉલ્લેખ છે. પ્રિન્સિપાલ નર્સને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી રહ્યો છે. પ્રિન્સિપાલ એમ પણ કહી રહ્યો છે કે હું વીડિયો કોલ કરી રહ્યો છું અને તમે ટાળી રહ્યા છો.આ વોટ્સએપ ચેટનો ઉલ્લેખ પીડિતાએ રાંચીના અરગોરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી FIRમાં પણ કરવામાં આવ્યો છે.
સિંહા પર આ પ્રકારના આરોપો પહેલીવાર નથી લાગ્યા, પરંતુ પોલીસમાં કોઈ સત્તાવાર કેસ નોંધવામાં આવ્યો નથી. તેથી તેમનો ચહેરો હજુ સુધી લોકો સામે આવ્યો ન હતો. DAV ગ્રુપના જૂના કર્મચારીઓનું કહેવું છે કે સિંહાએ પોતાની કારકિર્દી રામગઢ જિલ્લાના ગિદ્દી વિસ્તારમાં શરૂ કરી હતી. ત્યાં પણ તેમની સામે યૌન શોષણના આરોપો લાગ્યા હતા, પરંતુ ત્યાંથી તેમને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.