ખબર મનોરંજન

કોરોનાનો આ નિયમોના ભંગ કરવા બદલ આ અભિનેત્રીને પર દાખલ થઇ FIR

મોટા મોટા પૈસાદાર સેલિબ્રિટીઓ નિયમો તોડે તો ચાલે? જાણો સમગ્ર વિગત

કોરોનાનો પ્રકોપ હજુ દુનિયાભરમાં ચાલી રહ્યો છે ત્યારે ભલે લોકડાઉનમાં છૂટછાટ મળી ગઈ હોય  તેને લઈને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે સામાન્ય માણસ અને સેલેબ્રિટીઓને રહેવાનું હોય છે. ત્યારે ઘણા સેલેબ્સ આ દરમિયાન નિયમોનું પાલન નથી કરતા અંતે તંત્ર દ્વારા તેમની સામે લાલ આંખ પણ કરવામાં આવતી હોય છે.

Image Source

હાલમાં જ મળતી માહિતી અનુસાર બીએમસીના ટ્વીટર હેન્ડલ ઉપર આજે એક ટ્વીટ રજૂ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બૉલીવુડ અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે, ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે અભિનેત્રી ઉપર આરોપ છે કે કોરોના સંક્રમિત હોવા છતાં પણ નિયમોનું ઉલ્લઘન કરીને બહાર ફરી રહી હતી. આ ટ્વિટની અંદર બીએમસી દ્વારા અભિનેત્રીના નામનો ખુલાસો નથી કરવામાં આવ્યો.

Image Source

તો બૉલીવુડ મીડિયાના જણાવ્યા અનુસાર આ એફઆઈઆર ગૌહર ખાન વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. જણાવામાં આવી રહ્યું છે કે ગૌહર ઉપર આરોપ છે કે તે કોરોના સંક્રમિત છે અને નિયમોનું પાલન ના કરતા ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે બીએમસી દ્વારા ચેક કરવા માટે ઘરે પહોંચ્યા ત્યારે તે ઘરે નહોતી મળી. બીએમસી દ્વારા શેર કરવામાં આવેલી આ ટ્વિટની અંદર એફઆઈઆરની કોપી પણ સામેલ કરવામાં આવી છે. જાહેર રીતે બીએમસી નામનો ખુલાસો કરવા નથી માંગતી.

Image Source

તો મુંબઈ પોલીસના પ્રવક્તા એસ ચૈતન્ય દ્વાર મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ગૌહર ખાન વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કલમ 188, 269, 270 અને આઇપીસી 51બી અંતર્ગત એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમને કહ્યું કે ગૌહર ખાન કોરોના સંક્રમિત મળી આવી છે અને તેને નિયમોનું ઉલ્લંઘન કરતા પોતાના ઘરે ના રહીને ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

થોડા સમય પહેલા જ ગૌહર ખાનના પિતાનું નિધન થયું છે. જેને લઈને પણ ગૌહર ખુબ જ દુઃખી હતી. હાલ બીએમસી દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર દ્વારા ગૌહરની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.