ચોમાસામાં આવું તમારી સાથે પણ થઇ શકે છે, બુટની અંદર છુપાઈને બેઠો હતો કિંગ કોબ્રા, ફેણ બહાર કાઢતા જ લોકોના શ્વાસ અટકી ગયા, જુઓ વીડિયો

દેશભરમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે, ત્યારે આવા સમયે સાપ અને ઝેરી જાનવર નીકળવાની ઘણી ઘટનાઓ પણ સામે આવતી રહે છે. ઘણીવાર આવા જાનવર કરડી પણ જતા હોય છે અને તેના કારણે ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. સોશિયલ મીડિયામાં એવી ઘટનાઓના વીડિયો પણ ઘણા વાયરલ થતા હોય છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં બુટની અંદર કોઈ ઝેરી જાનવર છુપાઈને બેઠું હોય છે અને આપણી ધ્યાન બહાર તે આપણને કરડી જાય છે.

ત્યારે સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વિશાળ કિંગ કોબ્રા જૂતાની રેક પર રાખેલા બુટની અંદર બેઠો હતો. પરિવારજનોને આ અંગેની જાણ થતાં તેઓએ સાપ પકડનારને ફોન કર્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે તેણે બુટમાંથી સાપને કાઢવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે તેની ફેણ ફેલાવીને બહાર આવ્યો અને હુમલો કર્યો. જોકે બાદમાં સાપને સુરક્ષિત પકડી લેવામાં આવ્યો હતો.

આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે એક રેક પર ઘણા બધા જૂતા અને ચપ્પલ રાખવામાં આવ્યા છે. ટોચ પર એક બુટ મૂકવામાં આવેલા છે, જેમાં એક સાપ છુપાયેલો હોય છે, જેને એક મહિલા લાકડીની મદદથી બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. અચાનક કોબ્રા પોતાની ફેણ ફેલાવે છે, અને ઉભો રહે છે. સ્ત્રી પીછેહઠ કરે છે. અંતે તે કાળજીપૂર્વક સાપને પકડી લે છે. આ ઉપરાંત તે લોકોને સલાહ આપે છે કે તેઓ જ્યારે પણ બુટ પહેરે ત્યારે એકવાર તેમના બૂટને ધ્યાનથી જોઈ લે. જેથી અંદર છુપાયેલું ઝેરી જનાવર હોય તો દેખાઈ જશે. નહિંતર… પરિણામ ભયંકર હોઈ શકે છે!

આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું “તમે વિચિત્ર સ્થળોએ સાપ શોધી શકો છો. સાવચેત રહો. પ્રશિક્ષિત વ્યક્તિઓની મદદ લો. અત્યાર સુધીમાં આ ક્લિપને 1 લાખ 79 હજાર વ્યૂઝ અને 5.4 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઉપરાંત, સેંકડો યુઝર્સે આ અંગે તેમના પ્રતિભાવો આપ્યા. કેટલાક યુઝર્સે લખ્યું કે તે ખૂબ જ ડરામણી છે. કેટલાકે કહ્યું કે કોબ્રાની ફૂંકાર ભયાનક સંભળાય છે. સાથે જ એક યુઝરે લખ્યું કે હવે હું હંમેશા મારા શૂઝ ચેક કરીશ.

Niraj Patel