કૌશલ બારડ જાણવા જેવું

કપડાંની દુકાનમાં થયેલાં ખૂનનો ગુનેગાર પણ હજી અહીઁ જ છે! બતાવી શકશો કોણ?

આજકાલ ઘણાં એવાં ચિત્રો વાઇરલ થઈ રહ્યાં છે, જેમાં કોઈ ભેદ-ભરમ છૂપાયેલું હોય છે. આપણે તે ચિત્રમાંથી જ શોધવાનું રહે છે. એના માટેની હિન્ટ પણ એ ચિત્રમાં જ છૂપાયેલી હોય છે. થોડું શાતિર દિમાગ લગાવો એટલે હિન્ટ જડી આવે છે અને તરત એ જે-તે પ્રશ્નનો જવાબ પણ મળી જાય છે!

અહીં એવો જ એક ચિત્રકોયડો દેખાડવામાં આવ્યો છે. ચિત્રમાંથી ‘ખૂની કોણ?’ એ પ્રશ્નનો જવાબ શોધવાનો છે. કપડાંના રિટેલરની એક દુકાનનું દ્રશ્ય છે. અંદરના ઓરડામાં એક માણસની લાશ પડી છે. હમણાં જ કોઈકે એમની છાતીના ડાબા ભાગ પર તીક્ષ્ણ હથિયારો વડે ઘા કરીને એમનો જીવ લીધો હોય તેવું લાગે છે. ખૂની પણ આ દુકાનમાં જ છે હજુ! હવે શોધી બતાવો કે દુકાનમાં રહેલા ત્રણ વ્યક્તિઓમાંથી અંદર રહેલી વ્યક્તિની હત્યા કોણે કરી છે? કેશિયરે, એમની પાસે ઉભેલી વ્યક્તિએ કે પછી દિવાલ પર રહેલા કોટને જોઈ-તપાસી રહેલ માણસે?

થોડું દિમાગ લગાવો. જવાબ મળી જશે. અને ના મળે તો અથવા તો મળેલા જવાબની ખરાઈ કરવા માટે નીચે ઉત્તર આપ્યો જ છે, એ જોઈ લો:

ખૂની કોણ?

ઉપરના ચિત્રમાં ધ્યાનથી જોતા અમુક બાબતો ધીમે-ધીમે નજર સામે તરવા લાગે છે. જે ચોખ્ખો ઇશારો કરે છે કે દિવાલ પર ટાંગેલા કોટને જોઈ રહેલો વ્યક્તિ કે જેના હાથમાં પાટો છે, તે જ ખૂની છે! આ રહ્યાં તેમની પર શક જવા માટેનાં કારણો:

  1. એ માણસે પોતાની પાસે રહેલ હથિયાર છૂપાવવા માટે જ હાથમાં પાટો બાંધ્યો હોવો જોઈએ. આ એક સૌથી મજબૂત પુરાવો છે!
  2. હાથમાં પાટો હોય તેવી વ્યક્તિ શર્ટ અને કોટની ખરીદી માટે દુકાનમાં શા માટે આવે? તેને આ બધાંની શી જરૂર? અર્થાત્ દીવા જેવી સ્પષ્ટ વાત છે કે દુકાનમાં આવવા પાછળનો તેમનો ઇરાદો કંઈક ઔર જ હતો, જે બાજુના ઓરડામાં સ્પષ્ટ દેખાય છે! હવે તે ખાલીખોટો દેખાવ કરવા માટે જ કપડાં જોઈ રહ્યો છે.
  3. જે માણસનું મર્ડર થયું છે એમની છાતીની ડાબી બાજુ હથિયારના ઘા પડ્યા છે. અર્થાત્ આ કોઈ ડાબેરી વ્યક્તિનું જ કામ હોઈ શકે. કેશિયર અને તેની બાજુમાં ઊભેલી વ્યક્તિ તો સ્પષ્ટપણે જમણેરી દેખાય છે. તો હવે ડાબેરી ખૂની બીજો કોણ હોય!

આશા છે કે, આપને આ કોયડાનો આર્ટિકલ મજેદાર લાગ્યો હશે. કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂરથી જણાવશો. આપના મિત્રો સાથે પણ આ પોસ્ટની લીંક શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.