ખબર

ગુમ થયેલ વૃષ્ટિ-શિવમ કેસમાં મોટી સફળતા, આ જગ્યાએ છુપાયા હતા- જાણો વિગત

2 દિવસ પહેલા અમદાવાદના નવરંગપુરામાંથી વૃષ્ટિ અને શિવમના હાઈપ્રોફાઈલ મિસિંગ કેસમાં એક નવો જ વળાંક આવ્યો હતો. અત્યાર સુધી પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરતી હતી. વૃષ્ટિ અને શિવમ છેલ્લા 11 દિવસથી ગુમ છે. ત્યારે હાલમાં જ વૃષ્ટિના પરિવારજનોએ એક ઘટસ્ફોટ કરતા આ મામલો વધારે ગરમ થઇ ગયો છે.

2 દિવસ પહેલા જ આ ઘટના એક નવો ખુલાસો થયો કે વૃષ્ટિએ તેના મમ્મીને ફોન કરવાની બદલે એક ઇમેઇલ કર્યો હતો. આ માહિતી પોલીસને મળતા પોલીસે આઈપી એડ્રેસના આધારે તપાસને તેજ કરી હતી.

Image Source

વૃષ્ટિએ ઇમેલમાં લખ્યું હતું કે, તેને નોકરી મળી ગઈ છે. વધુમાં તેને લખ્યું હતું કે, તેને ઘર છોડવાનું દુઃખ છે. પરંતુ તેને શિવમ અંગે કંઈ જ ઉલ્લેખ કર્યો નથી. વૃષ્ટિએ ઈમેલની શરૂઆતમાં લખ્યું હતું કે, હેલો મમ્મી મને ખબર છે તમે મારી બહુ ચિંતા કરી રહ્યા છે. મારું આવું કંઈ કરવાનો ઈરાદો ના હતો. તમને દુઃખ પહોંચ્યું હોય તો તેના માટે હું માફી માંગુ છું. એવી ઘણી વસ્તુઓ હતી જેના કારણે હું સાથે રહી શકું એમ નથી.

Image Source

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાંથી વૃષ્ટિ અને શિવમને શોધી કાઢ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ વૃષ્ટિ અને શિવમને લઈને અમદાવાદ પરત આવવા રવાના થઈ છે. પોલીસ પાસે બંનેના 35 જગ્યાના સી.સી.ટીવી ફૂટેજ હતા જેના આધારે બંનેને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા.

વૃષ્ટિ અને શિવમને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટિમ જયારે ચંદીગઢથી અમદાવાદ આવી પહોંચી ત્યારે બંનેના પરિવારજનો પોતાના વ્હાલસોયાઓને જોઈને ભાવુક થઇ ગયા હતા.  વૃષ્ટિ-શિવમ એરપોર્ટથી તુરંત જ પોલીસ અને પરિવારજનો ઘર તરફ જવા રવાના થયા હતા.સાંજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને ક્યાં હતા તે અંગેના ખુલાસા કરશે.

શિવમ પટેલ અને વૃષ્ટિ બંને ઉવારસદ કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. વૃષ્ટિના ડ્રાઈવરે બે દિવસ સુધી વૃષ્ટિનો ફોનમાં કોન્ટેક્ટ કર્યો હતો, પરંતુ કોન્ટેક્ટ ન થતા ડ્રાઈવરે વૃષ્ટિના માતા-પિતાનો વાત જણાવી હતી.  આ મામલે અભિનેત્રી સોહા અલી ખાને પણ ટ્વિટ કર્યું છે.

વૃષ્ટિ માતા પિતાથી અલગ રહે છે: વૃષ્ટિ જે અપાર્ટમેન્ટમાં વૃષ્ટિ રહે છે અને અને ત્યાં જ માતા પિતા અલગ ફ્લેટમાં રહે છે. એ દિવસે શિવમ અને વૃષ્ટિના ફોન બંધ હતા. શિવમનો ફોન 18મીથી બંધ હતો જ્યારે વૃષ્ટિનો 30મીથી બંધ બતાવતો હતો.