ખબર

ખુશખબરી: MSME ને 3 લાખ કરોડની લોન, ગેરંટી વિના આ મહિનાથી મળશે- જાણો વિગત

12 તારીખે વડાપધાન મોદી દ્વારા કોરોના જેવી મહામારી સામે લડવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ જાહેર કર્યું છે. ત્રણ દિવસ સુધી આ પેકેજની જાહેરાત કરવામાં આવશે. આજે ગરીબ લોકો માટે જાહેરાત કરશે. કાલે msme ઉધોગો માટે કોર્પોરેટ કંપની માટે જાહેર કરશે. આત્મ નિર્ભર ભારત અભિયાન હેઠળ જાહેરાત કરશે. વડાપ્રધાન મોદીએ કાલે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર પર પોતાનું આપું જોર છે.

નાણામંત્રી નિર્મલા સિતારમણએ જણાવ્યું હતું કે, આપણે દુનિયાથી અલગ થવા નથી માંગતા પરંતુ મજબૂત થવા માંગીએ છીએ. સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક બ્રાન્ડ બનાવીશું. ભારત એવું ઉત્પાદન કરવા માંગે છે જે આખી દુનિયાને મદદરૂપ થાય. લેન્ડ, લીકવીડિટી અને લેબર પર ભાર મુકવામા આવશે. આ અભિયાન હેઠળ સીધા ગરીબ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાને દેશનું ગૌરવ આખી દુનિયામાં વધાર્યું છે. વિશેષ પેકેજને લઈને તમામ મંત્રાલયો સાથે ચર્ચા કરવામાં આવી છે.

રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, દુનિયાની તુલનામાં ભારત સારી રીતે લડ્યું છે. આ સાથે જ જણાવ્યું હતું કે, સરકારે દેશના ભૂખ્યા ના રહે તેની ચિંતા કરી છે. 20 લાખ કરોડના પેકેજથી ઉર્જાનો સંચાર કર્યો છે. અગાઉ 1 લાખ 70 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી.
આ સાથે જ નાણામંત્રીએ જણાવ્યું હતું કે,જ્યાં સુધી ભારત આત્મનિર્ભર નહીં થાય ત્યાં સુધી આ દિશામાં કામગીરી થતી રહેશે.
18000 હજાર કરોડનું અનાજ વહેંચવામાં આવ્યું છે.

MSME અલગ-અલગ 6 પગલાં ઉઠાવીશું. MSME માટે 3 લાખ કરોડની લોનથી 45 લાખ એકમોને ફાયદો થશે. 31 ઓક્ટોબરથી MSME માટે લોન મળશે. કુટરી અને લઘુ જીવંત રાખવા માટે ઉધોગોને કોઈ ગેરેન્ટી વગર લોન આપવામાં આવશે.100 કરોડ MSME યુનિટવાળી એકમોને થશે રાહત. લોન મટે 12 મહિનાનો મોરેટેરિયમ પીરિયડ એટલે કે લોનમાંથી રાહત.આ લોનમાં 1 વર્ષ સુધી માત્ર વ્યાજ ભરવાનું રહેશે.

જે લોકોએ લોન ચૂકવી તેને પણ લોન ચુકવવામાં આવશે. NPA વાળી MSME લોન મળશે. વેપાર વધારવા 50 હજાર કરોડની મદદ કરવામાં આવશે.ફાયદા માટે થઈને MSMEની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવશે. MSME લોન માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત. 15 હજાર કરતા ઓછા પગાર ધારકોને થશે લાભ. પગારના 24 ટકા રકમ સરકાર જમા કરાવશે.

રોકાણ ટર્ન ઓવર પર ફેરફાર કરવામાં આવ્યા છે. હવે 25 લાખના બદલે 1 કરોડ સુધીના ધંધાને માઈક્રો યૂનિટ ગણવામાં આવશે. 200 કરોડ સુધીનું ટેંડર ગ્લોબલ ટેંડર નહીં ગણાય. 1 ભારતમાં વ્યાપાર કરવો વધારે સરળ બનશે. 10 કરોડના રોકાણને લઘુ ઉધોગ ગણવામાં આવશે. 1 કરોડના રોકાણ પર માઈક્રો યુનિટ ગણવામાં આવશે.
200 કરોડ કરોડના સરકારી ટેન્ડરમાં વિદેશી કંપનીને પરવાનગી નહીં. દેશની કંપનીઓ માટે કરી અગત્યની જાહેરાત.

3 લાખ લાખ 66 હજાર સંસ્થાના 72 લાખ EPF કર્મચારીના 3 મહિના સુધીની સરકાર ભરશે. EPF યોજના હેઠળ 2500 કરોડ રૂપિયા સરકાર ભોગવશે. ઓગસ્ટ મહિના સુધી EPF હિસ્સો સરકાર આપશે. 30હજાર કોર્ડની લીકવીડિટી લોન આપવામાં આવશે.