BREAKING: હાલ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? આવ્યા સૌથી મોટા સમાચાર

દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને દેશવાસીઓ સતત ચિંતામાં છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે અન્ય વસ્તુઓની મોંઘવારીમાં પણ વધારો થયો છે જેના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને નાણામંત્રી નિર્મલા સીતારામણે નિવેદન આપ્યું છે.

નાણામંત્રીએ આ બાબતે જણાવ્યું કે હાલ પૂરતો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો શક્ય નથી. તેમને જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કોઈ વચલો રસ્તો કાઢે તો કદાચ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે એક્સાઈઝ ડ્યુટીમાં કોઈ કાપ કરવામાં આવી શકતો નથી.

નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવતા કહ્યું કે, “સરકારી ખજાના પર યુપીએ સરકાર તરફથી જાહેર કરાયેલ તેલ બોન્ડો માટે કરવામાં આવેલ વ્યાજની ચૂકવણીનો બોજ છે. સરકારે અત્યાર સુધી ફક્ત ઓઈલ બોન્ડ પર છેલ્લા પાંચ વર્ષમાં 62 હજાર કરોડ રૂપિયા વ્યાજની ચૂકવણી કરી છે.”

આગળ તેમને જણાવ્યું કે, “31 માર્ચ 2021 સુધીમાં ઓઈલ બોન્ડ પેટે કુલ 1.31 લાખ કરોડની રકમ અને 37,340 કરોડના વ્યાજની રકમ ચુકવવાની બાકી છે.” તેમને જણાવ્યું કે લોકોની પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ અંગેની ચિંતા પણ વ્યાજબી છે.

Niraj Patel