ખબર

રાહત પેકેજના ત્રીજા ભાગમાં સરકારે ખોલ્યો ખજાનો, ખેડૂત માટે 2 લાખ કરોડથી લઈને પશુપાલન, ડેરી ઉદ્યોગ માટે જાહેરાત- જાણો વિગત

કેન્દ્ર સરકારના 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્ત્રીજો તબક્કો જાહેર થશે. એક રિપોર્ટ મુજબ આજે થનારી મુખ્ય જાહેરાતોમાં કૃષિ ડેરી ઉધોગ અને પશુપાલન વિષે જાહેરાત કરવામાં આવી હતી.

છેલ્લા 8 મહિનામાં કૃષિ સેક્ટર સંક્ટમાં રહ્યું છે. શરૃઆતમાં 2 મહિના ઓછો વરસાદ પછીના 2 મહિના ભારે વરસાદ પડ્યો છે જેનાથી ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે. દેશની મોટા ભાગની વસ્તી કૃષિ પર નિર્ભર છે. નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો પાસે લગભગ 85 ટકા ખેતી છે. 85 ટકા સાથે મોટું સેક્ટર વર્ષ 2020નું છે. દુષ્કાળ, પૂ ર છતાં પણ ખેડૂતો કામ કરતા રહ્યા છે. લોકડાઉન દરમિયાન પણ ખેડૂતોએ કામ કર્યું છે. ભારત દૂધ, દાળ સહિતના ઉત્પાદનમાં સૌથી આગળ છે. શેરડી ઉત્પાદનમાં નંબર 2 પર છીએ. દાળ ઉત્પાદનમાં ત્રીજા નંબર પર છીએ.

Image Source

560 લીટર દૂધનું ઉપ્તાદન કરવામાં આવે છે. કિશાન ક્રેડિટ કાર્ડ માટે 2 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે। લોકડાઉનમાં દૂધની માંગમાં 20 ટકાનો ઘટાડો થયો છે.

Image Source

msp માટે 74,300 કરોડ રુપિયાની ખરીદી કરવામાં આવી છે. પીએમ કેયર્સફ ફંડ1માંથી 18700 કરોડ ખેડૂતોને આપવામાં આવ્યા છે. પાક વીમામાં 2 મહિનામાં 6400 કરોડની ફસલવીમા ચુકવણી કરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. માછીમારી માટેના લાઈસેન્સની સમય મર્યાદા 3 મહિના વધારવામાં આવી. સુક્ષ્મ ખાદ્ય કંપનીઓ માટે 10,000 કરોડ રૂપિયાની જાહેરાત.

Image source

1 લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચર, કોઓપરેટિવ સોસાયટી, ફાર્મર પ્રોડ્યુસર સોસાયટી, અને ફાર્મ ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્રચર, કોલ્ડસ્ટોરેજ, ચેઈન, સહિતની સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા છે. એગ્રિકલ્ચર ઈન્ડસ્ટ્રીઝમાં ખેડૂત ખેડૂત સમૂહો માટે ભંડારણ ક્ષમતા વધારવા, તેમજ સ્ટોરેજ સુવિધા વધારવા માટે ફાળવણી કરી છે.
13347 કરોડ રૂપિયાના ખર્ચે 53 કરોડ પશુઓને રસી આપવામાં આવશે. માછીમારી માટેનાવહાણો-સાધનો આપવામાં આવશે જેનાથી 55 લાખ માછીમારોને લાભ થશે. કેસર, મસાલા, હળદર, મરચા માટે ક્લસ્ટર બનાવવામાં આવશે. માઈક્રો ફૂડ માર્કેટ માટે 11 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ડેરી સેક્ટર માટે 15 હજાર કરોડ ફાળવવામાં આવશે. મત્સ્ય પાલન માટે 11 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

Image Source

ગ્રીન ઝોનમાં પશુઓનું રસીકરણ વધારવામાં આવશે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે 20 હજાર કરોડની જાહેરાત. તેમાં સમુદ્રી અને અંતર્દેશીય મત્સ્ય પાલન માટે વધુ 9000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવવામાં આવ્યા. માછીમારોની બોટ અને સાધનોનો વિમો ઉતારવામાં આવશે. હર્બલ અને મેડિસિન ખેતી માટે સરકારની જાહેરાત, 4 હજાર કરોડ રૂપિયાની ફાળવણી. મધુમાખી પાલન યોજના માટે 500 કરોડની જાહેરાત, 2 લાખ લોકોને થશે લાભ. ડેરી પ્રોસેસિંગમાં ખાનગીકરણ તરફ સરકારની નજર. 5 વર્ષમાં 70 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક. શાકભાજી સ્ટોરેજ અને વહન માટે 50 ટકા સબસિડી અપાશે. બિહારમાં મખાના ઉત્પાદ, કાશ્મીરમાં કેસર, કર્ણાટકમાં રાગી ઉત્પાદન, નોર્થ ઈસ્ટમાં ઓર્ગેનિક ફૂડ, તેલંગાણામાં હળદર.

Image Source

માછીમારોને તત્કાલિક નોકરીઓ આપવામાં આવશે, 55 લાખ લોકોને રોજગારી મળશે. નાણાં મંત્રીએ કહ્યું પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, જેની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી, કોરોનાના કારણે તેને તાત્કાલિક લાગુ કરાઈ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.