ફિલ્મી દુનિયા

આખરે રિયા તૂટી ગઈ, NCB અધિકારીઓ સામે કબુલી લીધું કે ‘હા, હું…

છેલ્લા અઠવાડિયાથી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ NCBના સકંજામાં છે અને NCB ટિમ સતત પ્રશ્નો કરી રહી છે તેવામાં રિયાએ 55મા પ્રશ્નમાં સ્વીકારી લીધું કે તે ડ્રગ્સ લેતી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એક્ટર સુશાંત મૃત્યુ કેસમાં ડ્રગ્સ એન્ગલથી તપાસ કરી રહી છે.

આ મામલે રિયા ચક્રવર્તીની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ પણ ચાલુ જ છે. અધિકારીઓએ 36 કલાક રિયાને પ્રશ્નો કર્યા. 55મો પ્રશ્ન હતો કે, તમે કેટલા સારા એક્ટ્રેસ છો? રિપબ્લિક ટીવીના રિપોર્ટ અનુસાર, અભિનેત્રી રિયાએ આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, હું ખુબ જ સારી અભિનેત્રી છું. ત્યારે ઓફિસરે કહ્યું કે, હાલ તો એક્ટિંગ કરવા માટે સારો સમય નથી. 

જો તમે ડ્રગ્સ લેતા નહોતા તો પછી તમે ડ્રગ પેડલર છો અને આ તો વધારે ગંભીર ગુનો બને છે. આ શબ્દો રિયાના કાનમાં જતા જ રિયા તૂટી ગઈ અને સ્વીકારી લીધું કે હા, હું ડ્રગ્સ લેતી હતી.

વધુમા તમને જણાવી દઈએ કે અભિનેત્રી રિયા 22 સપ્ટેમ્બર સુધી ભાયખલા જેલમાં જ રહેશે.રિયા સિવાય તેનો બ્રધર શોવિક, સુશાંતનો સ્ટાફ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત પણ NCBની કસ્ટડીમાં છે. આ બધાના જામીન અરજી પર 29 સપ્ટેમ્બરે સુનાવણી થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર રઈસે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સુશાંત સરની ગર્લફ્રેન્ડ રિયા અમુક હદ સુધી સુશાંતને વશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. સેમ્યુઅલ મિરાન્ડા પણ રિયાની વાત માનતો હતો. વધુમાં તેમને કહ્યું કે રિયાનું ફામિલી સુશાંતના પૈસા પર ફાર્મહાઉસમાં પાર્ટી કરીને મોજ કરતા હતા.