બોલિવુડ અભિનેત્રીએ કરી લીધો કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો, કહ્યુ- મારા સ્તનની ક્લીવેજ…

સુરવીન ચાવલાએ સંભળાવ્યો તેનો કાસ્ટિંગ કાઉચ અનુભવ કહ્યુ- તે મારી જાંઘો અને ક્લીવેજ… આગળનું જાણીને ફેન્સ થરથરી ઉઠ્યા

“સેક્રેડ ગેમ્સ” જેવી ફેમસ વેબ સીરીઝનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી સુરવીન ચાવલાએ બોલિવુડ ઇન્ડસ્ટ્રીનો ચહેરો ફરી એકવાર સામે લાવી દીધો છે. સુરવીન તેના કાસિટિંગ કાઉચને લઇને કેટલીક એવી વાતો શેર કરી છે જેને સાંભળ્યા બાદ એકવાર ફરી બોલિવુડની ગ્લમેરસ લાગતી દુનિયા ઘણી ભદ્દી સાબિત થઇ રહી છે.

અભિનેત્રીએ આ પહેલીવાર નથી કે તેની આપવીતી સંભળાવી હોય. હવે ફરી એકવાર સુરવીનના નિવેદને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓના સુરક્ષા અને સમ્માન પર સવાલોનું નિશાન લગાવી દીધુ છે. છેલ્લા કેટલાક વર્ષમાં અભિનેત્રી કંગના રનૌત, રાધિકા આપ્ટે. ટિસ્કા ચોપરા વગેરેએ સ્વીકાર કર્યો છે ઇન્ડસ્ટ્રીમા કાસ્ટિંગ કાઉચ છે અને તેમણે તેમના અનુભવો પણ શેર કર્યા છે.

વર્ષ 2019માં પિંકવિલા સાથે ઇન્ટરવ્યુમાં “સેક્રેડ ગેમ્સ” સ્ટાર સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરતા કહ્યુ હતુ કે, મને ત્રણવાર કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો. એક સમય એવો હતો જયારે મને એક ફિલ્મમેકર સાથે જવાનુ કહેવામાં આવ્યુ હતુ. એક રોલ માટે નિર્દેશકે મને કહ્યુ હતુ કે, હું તમારા શરીરના અંગોના બધા ઇંચનો જાણવા માંગુ છુ. મેં ત્યારથી આવા લોકોને અનદેખ્યુ કરવાનું શરૂ કરી દીધુ.

સુરવીને કહ્યુ કે એક નિર્માતા એ જોવા ઇચ્છતો હતો કે મારી ક્લીવેજ કેવી દેખાય છે અને તે જોવા માંગતો હતો કે મારી જાંઘો કેવી દેખાય છે. હાં, આવી રીતની વસ્તુ સાચેમાં હોય છે. તેણે આગળ કહ્યુ કે, દક્ષિણમાં વધુ એક હાસ્યાસ્પદ રૂપથી મોટો નિર્દેશક હતો, એક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક. મારુ ત્યાં લાંબુ ઓડિશન હતુ,

તે લગભગ એક શિફટ સુધી ચાલ્યુ. મારે અલગ અલગ વસ્તુઓ કરવાની હતી. જેમ કે એક મોનોલોગ કે કંઇક અચાનક કહેવુ. હું થોડી બીમાર હતી અને અને હું ઓડિશન બાદ ચાલી ગઇ. ત્યારે નિર્દેશકે અચાનક મુંબઇ આવવાની વાત કરી અને મને એ ઘણુ ડરાવનુ લાગ્યુ અને મેં કહ્યુ ના, આભાર.

Shah Jina