પ્રોડ્યુસર કારમાં બીજી મહિલા સાથે મનાવી રહ્યો હતો રંગરેલિયા તો પત્નીએ પકડી પાડ્યો, પોલ ખુલતા પત્ની પર ચઢાવી દીધી ગાડી

‘ભૂતિયાપા’, ‘દેહાતી ડિસ્કો’, ‘ખલી બલી’ જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા પર તેમની પત્નીને કારથી કચડી નાખવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વાસ્તવમાં પત્નીએ કમલને બીજી મહિલા સાથે પકડી લીધો હતો, જેના પછી આ ઘટના બની હતી. પોલીસે બુધવારે જણાવ્યું કે ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે કમલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વીડિયોમાં કમલની પત્નીને જમીન પર પડતા જોઈ શકાય છે.

 આ ઘટના 19 ઓક્ટોબરે પશ્ચિમ અંધેરીમાં રહેણાંક મકાનના પાર્કિંગ વિસ્તારમાં બની હતી. ANIએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પાર્કિંગ એરિયામાં એક મહિલા કારના ડ્રાઈવરને રોકે છે. પરંતુ તે રોકાતો નથી મહિલા પડી જાય છે અને પછી કારનો આગળનો ભાગ તેના પર ધસી આવે છે. આમાં એક વ્યક્તિ દોડતો આવે છે અને મહિલાને કારની નીચેથી બહાર કાઢે છે.

ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં તેની પત્નીને કાર સાથે ટક્કર મારવા બદલ IPCની કલમ 279 અને 338 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની પત્નીનો દાવો છે કે ઘટના બાદ તેને માથામાં ઈજા થઈ હતી. કમલ હજુ ફરાર છે. કમલ કિશોર મિશ્રાની પત્ની યાસ્મિને કહ્યું કે, હું 19 ઓક્ટોબરે ઘરે પહોંચી ત્યારે પતિ તેની કારમાં મોડલ આયેશા સુપ્રિયા મેમણ સાથે રોમાન્સ કરી રહ્યો હતો. તેઓ બંને ખૂબ નજીક હતા. બંનેને એકસાથે જોઈને મેં કારની બારી પર ટકોરા માર્યા અને કાચ નીચો કરવા કહ્યું. 

પરંતુ કમલે મારી વાત ન સાંભળી અને કાર ફેરવીને દોડાવા લાગ્યો. યાસ્મિને આગળ કહ્યું, ‘મેં કોશિશ કરી. પરંતુ તેણે મારા પર કાર ચલાવી. આ ઘટનાને કારણે મને માથામાં ઘણી ઈજા થઈ છે. કમલે સહેજ પણ માનવતા દાખવી ન હતી. કારમાંથી ઉતર્યા પછી હું જીવતી હતી કે મરી ગઇ તે પણ તેણે જોયું નહિ. અમારો સંબંધ 9 વર્ષનો છે, પરંતુ તે વ્યક્તિએ 9 સેકન્ડ પણ મારા વિશે વિચાર્યું નહીં. મારી પાસે પુરાવા છે કે 

તેણે 6 માર્ચે બાઉન્ડ્રી વોલની અંદર આયેશા સુપ્રિયા નામની યુવતી સાથે લગ્ન પણ કર્યા હતા. યાસ્મીન આગળ જણાવે છે કે, ‘આયેશા અને કમાલ પતિ-પત્ની તરીકે સાથે રહેવા લાગ્યા હતા. તે પછી કમલે મને મારી અને ‘તલાક તલાક તલાક’ કહીને ઘરની બહાર કાઢી મૂકી. યાસ્મિને પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, ‘મેં આ સમગ્ર ઘટના અંગે આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જો કે હજુ સુધી તેઓએ આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.

યાસ્મિને કહ્યું, ‘અમે 20 ફેબ્રુઆરી 2014ના રોજ લગ્ન કર્યા હતા. તે મુસ્લિમ બન્યો અને મુસ્લિમ રિવાજો અનુસાર મારી સાથે લગ્ન કર્યા. મારી પાસે નિકાહનામા પણ છે. જે વકીલે બાંદ્રા કોર્ટમાં અમારા બંનેના લગ્ન કરાવ્યા, તે વકીલ હયાત છે અને તે અમારા લગ્નનો સૌથી મોટો પુરાવો છે. જો કે આ કેસ અને તેની પત્નીના આરોપો પર કમલનું નિવેદન હજુ સામે આવ્યું નથી.

Shah Jina