ફિલ્મ “સ્વદેશ” જેવી છે આ જિલ્લા પંચાયતના અધ્યક્ષની કહાની, જર્મનીમાંથી ભારત આવ્યા બાદ પોતાના વિસ્તારને જર્મની જેવું બનાવવાનો કર્યો નિર્ણય

થોડા વર્ષો પહેલા આવલેઇ બોલીવુડની ફિલ્મ “સ્વદેશ” તમને યાદ જ હશે, આ ફિલ્મની અંદર શાહરુખ ખાન વિદેશમાંથી ભારતમાં આવીને તેના ગામને વિદેશ જેવું બનાવવામાં લાગી છે, પરંતુ આવી કહાનીઓ અસલ જીવનમાં ઘણી જ ઓછી બનતી જોવા મળે છે, પરંતુ હાલ જે કહાની અમે તમને જણાવીશું તે સ્વદેશ ફિલ્મ કરતા પણ ચડિયાતી છે.

અમે જે કહાની તમને જણાવી રહ્યા છીએ તે છે યુપીના એક એવા જિલ્લા પંચાયત અધ્યક્ષની કે જે વિદેશથી મેરઠમાં આવ્યો અને પંચાયત સદસ્ય ચૂંટણી લડીને જીત્યો. ગત મંગળવારના રોજ તે જિલ્લા પંચાયત અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરણા લઈને તે વતન આવ્યો અને તેનું રાજનીતિક તિલક પણ જિલ્લા પંચાયત અધ્યક્ષના રૂપમાં થયું.

આ વ્યક્તિનું નામ છે ગૌરવ ચૌધરી. જે છેલ્લા 15 વર્ષથી જર્મનીમાં રહીને પોતાનો વ્યવસાય કરતો હતો. તે પોતાના ગામની અંદર પંચાયતી ચૂંટણી લડવા માટે પહોંચ ગયો. પંચાયતી ચૂંટણી તેને એટલી પસંદ આવી કે તે હવે ગામની અંદર જ રહીને લોકોને વાયદો કર્યો છે કે તે પોતાના ક્ષેત્રનો જર્મનીની જેમ વિકાસ કરશે. તેને હવે સ્વદેશની માટી પસંદ આવી ગઈ છે.

ગૌરવ અભ્યાસ કર્યા બાદ જર્મની ચાલ્યો ગયો હતો અને ત્યાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અને કંસ્ટ્રક્શનનું કામ કરી રહ્યો હતો. ગૌરવનું કહેવું છે કે તે ભલે જર્મનીમાં રહેતો હોય પરંતુ વર્ષમાં 2 વાર ગામની અંદર જરૂર આવતો હતો.

ગૌરવ જણાવે છે કે તે ઘણા વર્ષો સુધી પોતાના દાદા ચૌધરી ભીમ સિંહ મેમોરિયલ ટ્રસ્ટ નામથી સંસ્થા ચલાવે છે. ટ્રસ્ટના માધ્યમથી તે જરૂરિયાત મંદ લોકોને મદદ પણ કરે છે. તે ભલે જર્મીનમાં રહે છે પરંતુ પોતાના ગામ અને સમાજ માટે તે બધું જ કરવા ઈચ્છે છે.

તેના આ જ ઉત્સાહે તેને જિલ્લા પંચાયત સદસ્ય બનાવ માટે ઉત્સાહિત કર્યો. તે ઈચ્છે છે કે યુવાનો માટે રોજગાર અને ગરીબોની બધી જ જરૂરિયાતો પૂર્ણ થાય.

ગૌરવના કાકા યોગેન્દ્ર પણ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચુક્યા છે અને ગામની અંદર ઘણા સમયથી રાજનીતિ કરી રહ્યા છે. ચૂંટણી સમયે તેમને જણાવ્યું હતું કે ગૌરવનો વાયદો છે કે તે પોતાના ક્ષેત્રનો વિકાસ જર્મનીની તર્જ ઉપર કરશે.

ગૌરવ ચૌધરીની ઉંમર 32 વર્ષ છે અને તે જર્મનીમાં વ્યવસાય કરે છે. તેની પત્ની મોનીકા જર્મનીમાં રહે છે. ગૌરવ હાઈ પ્રોફાઈલ બેકગ્રાઉન્ડ ધરાવતો હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણી લડવાની ખબર પણ ચર્ચાનો વિષય બની હતી.

Niraj Patel