મનોરંજન મૂવી રીવ્યુ

સમાજની કાળી હકીકત દર્શાવતી ફિલ્મ ‘આર્ટિકલ 15’નો રીવ્યુ વાંચો, પછી નક્કી કરજો જોવી કે નહિ

‘મેં ઔર તુમ ઇન્હેં દિખાઈ હી નહિ દેતે હૈ. હમ કભી હરિજન હો જાતે હૈ તો કભી બહુજન હો જાતે હૈ. બસ જન નહિ બન પા રહે કી જન ગણ મન મેં હમારી ભી ગિનતી હો જાયે. ઇન્સાફ કી ભીખ મત માંગો બહોત માંગ ચુકે.’ ફિલ્મનો આ ડાયલોગ ફિલ્મમાં દર્શાવેલી વિડંબના અને ચિત્કાર દર્શાવવા માટે પૂરતો છે. 69 વર્ષ પહેલા જયારે બાબા સાહેબ આંબેડકરે દેશનું સંવિધાન રચ્યું હતું ત્યારે તેમને સંવિધાનમાં અનુચ્છેદ 15 એટલે કે આર્ટિકલ 15માં સ્પષ્ટ લખ્યું હતું કે રાજ્ય, કોઈ નાગરિક વિરુદ્ધ કેવળ ધર્મ, મૂળવંશ, જાતિ, લિંગ, જન્મસ્થાન કે આમાંથી કોઈ પણ આધાર પર કોઈ પણ ભેદ નહિ કરે, પરંતુ આ ભેદભાવ સમાજમાં આજે પણ છે અને એટલો ભયાનક રીતે છે કે એક વર્ગને તેમની ઓકાત બતાવવા માટે તેમની બાળકીઓ સાથે રેપ કરવામાં આવે છે અને તેમને મારીને ઝાડ પર લટકાવી દેવામાં આવે છે.

Image Source

આ જ જાતિવાદને દર્શાવે છે ફિલ્મ આર્ટિકલ 15. ફિલ્મના નિર્દેશક અનુભવ સિંહાએ સાહસ કરીને તોલમોલ કર્યા વિના આ જાતિવાદના આ સંવેદનશીલ વિષયને ખૂબ જ નિર્ભયતાથી અને ઈમાનદારીથી દર્શાવ્યો છે. ફિલ્મમાં ઘણા દ્રશ્યો અને ડાયલોગ્સ એવા છે, જે જાતિવાદ પર સીધો જ પ્રહાર કરે છે. આ ફિલ્મ એવા મુદ્દાને સામે રાખે છે જે જાણે તો બધા જ છે પણ કોઈ માનતું નથી.

Image Source

આ લોકોની જાતિવાદની માનસિકતા પર પ્રહાર કરે છે અને ફિલ્મ ખતમ થયા પછી પણ વિચારવા પર મજબૂર કરે છે. એવું કહી શકાય કે ગણતરીની ફિલ્મો બાદ જાતિવાદ પર પ્રહાર કરતી કોઈ ફિલ્મ આવી છે. ફિલ્મમાં અભિનેતા આયુષમાન ખુરાના આઇપીએસ અધિકારી અયાન રંજનનું પાત્ર ભજવી રહ્યો છે, જેને મધ્યપ્રદેશના લાલગાંવ પોલીસ સ્ટેશનનો ચાર્જ આપવામાં આવે છે. આયુષમાન ખુરાનાએ પોતાના પાત્ર સાથે પુરેપુરો ન્યાય આપ્યો છે. જે પોતાની ફરજ દરમ્યાન ઘણી બધી હકીકતો જાણીને ચોંકી જાય છે. તેને જાણવા મળે છે કે જાતિવાદના નામ પર એક કીચડ ફેલાવવામાં આવેલું છે કે જેમાં રાજ્યમંત્રીથી લઈને થાણાના સંત્રી સૂંધીના લોકો સામેલ છે.

Image Source

તેના પર કેસને રફાદફા કરવા માટે દબાણ આપવામાં આવે છે પણ તે ઈમાનદાર અધિકારી છે અને કટિબદ્ધ છે કે એ સમાજનો આ ગંદો ચહેરો બેનકાબ કરીને જ રહેશે. આ ફિલ્મમાં ઘણા ઝંઝોળી દે એવા દ્રશ્યો છે. નિર્દેશકે આ ફિલ્મને બધી જ રીતે રિયલિસ્ટિક રહી છે. આયર્નની ગર્લફ્રેન્ડ અદિતીનું પાત્ર ઈશા તલવારે ભજવ્યું છે, જે અયાનને હિમ્મત આપે છે અને કહે છે ‘મુજે હીરો નહિ ચાહિયે બલ્કિ એક એસ ઇન્સાન ચાહિયે જો હીરો કે ઇન્તઝાર ન કરે.’

Image Source

ફિલ્મનું લેખન જોરદાર છે સાથે જ સ્ટારકાસ્ટ પણ દમદાર લેવામાં આવી છે. આયુષમાન તેમના આ પાત્રમાં છાપ છોડી જાય છે. ફિલ્મ કેટલીક સત્ય ઘટનાઓથી પ્રેરિત છે. મંગેશ ધાકડની સંગીત પણ ખૂબ જ સરસ છે. ફિલ્મમાં ઘણા એવા દ્રશ્યો છે જે તમને વિચલિત કરી દેશે. ફિલ્મની વાર્તા શરૂઆતથી અંત સુધી કશે પણ પોતાની પકડ નથી છોડતી. સમાજની હકીકત દર્શાવતી આ ફિલ્મ એકવાર તો જરૂર જોવી જોઈએ. આ ફિલ્મ દરેક નાગરિકને સમાન હકની વાતને સીધી રીતે કહે છે, અનુભવ સિંહાની આ ફિલ્મ આર્ટિકલ 15 એક મહત્વપૂર્ણ ફિલ્મ છે.

ફિલ્મનું ટ્રેલર જુઓ:

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks