કૌશલ બારડ લેખકની કલમે

કોઈપણ ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતા આ અક્ષરોનો મતલબ શું થાય છે? જાણી લો રસપ્રદ જવાબ….

ફિલ્મો જોવાનો શોખ તો સૌને હોય. એ પછી બોલિવૂડ ફિલ્મ હોય, હોલિવૂડ હોય કે કોઈ પ્રાંતીય ભાષાની ફિલ્મ હોય. થિયેટરમાં, ડીવીડી પ્લેયર પર, ટી.વી.ચેનલમાં કે મોબાઈલ-લેપટોપ જેવા ઉપકરણો પર ફિલ્મો બહોળા પ્રમાણમાં જોવાય છે. જ્યારે કોઈ પણ મૂવીની શરૂઆત થાય છે ત્યારે સર્વપ્રથમ શરૂઆતની દસ સેકન્ડ માટે એક સફેદ બેકગ્રાઉન્ડયુક્ત સર્ટીફિકેટ દર્શાવવામાં આવે છે, જે આપે જોયું હશે. સર્ટીફિકેટ ફિલ્મ પ્રમાણ બોર્ડ દ્વારા આપવામાં આવેલું હોય છે. આ પ્રમાણપત્રની અંદર રહેલાં સુક્ષ્મ કદના બધાં જ અક્ષરો તો કદાચ ન પણ ઉકલે પણ તમે એમાં રહેલાં બે-ત્રણ મોટા અક્ષરો જરૂર જોયાં જ હશે – U, UA, A, V/U જેવાં. (અહીઁ તસ્વીરો બતાવી છે એ જોઈ લો એટલે ખ્યાલ આવી જશે.) પણ શું તમને કદી એવો પ્રશ્ન થયો છે કે આ સિમ્બોલ જેવા અક્ષરો આખરે છે શા માટે? શું દર્શાવે છે એ? પાછળનું કારણ રસપ્રદ છે. જાણી લો નીચેના ફકરાઓમાં :

(1) S –ફિલ્મની શરૂઆતમાં દેખાડવામાં આવતાં સર્ટીફિકેટમાં જો ‘S’નું સિમ્બોલ હોય તો એનો મતલબ એ છે કે, આ ફિલ્મ જોવા માટે કેટલીક શરતો છે. વિશેષજ્ઞ, એન્જીનિયરો કે દાક્તરી જેવા ફિલ્ડમાં કામ કરતાં લોકો માટે તે પ્રતિબંધિત છે.

(2) U (યુનિવર્સલ) –યુનિવર્સલ મતલબ સાર્વભૌમિક. આ ફિલ્મ જોવા માટે પણ કેટલીક શરતો હોય છે. કોઈ પણ આયુ વર્ગના લોકો માટે આ ફિલ્મ દેખાડી શકાય છે. આ ફિલ્મોમાં સામાજીક વિષયો, હલકી હિંસા અને અભદ્ર ભાષા પણ હોય શકે.

(3) A (એડલ્ટ) –સર્ટીફિકેટમાં ‘A’ના સિમ્બોલયુક્ત ફિલ્મો માત્ર વયસ્કો માટે હોય છે. આ ફિલ્મો જોવા માટે એક આયુષ્ય સીમા નિર્ધારિત હોય છે, જે ૧૮ વર્ષની હોય છે. ફિલ્મોમાં ઉત્તેજક દ્રશ્યો બતાવવામાં આવતાં હોય છે.

(4) UA –અહીઁ ‘U’નો મતલબ અનરીસ્ટ્રીક્ટેડ થાય છે. આ પ્રકારની ફિલ્મોમાં યોનવિષયક પરિપક્વ સામગ્રી દર્શાવવામાં આવી હોય છે. ફિલ્મો આમ તો કોઈ પણ જોઈ શકે પણ એને લઈને પણ અમુક શરતો છે. જેમ કે, ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તે વડીલોના માર્ગદર્શન વડે જ દેખાડવાની.

મિત્રો, જાણકારી રસપ્રદ અને ઉપયોગી લાગી ને?! ખાસ કરીને અહીઁ દર્શાવેલી વાતોનો અમલ પણ જરૂર કરજો – બાળકો માટે. અને હા, પોસ્ટ સારી લાગી હોય તો લીંક આપના મિત્રોને પણ શેર જરૂરથી કરજો, ધન્યવાદ!

Author: Kaushal Barad GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.