આજે લોકો એક્ટિંગ કરીને પૈસા કમવાવાની હોડ લાગી છે. ત્યારે અમુક લોકો આ ઈન્ડસ્ટ્રીઝમાં સફળ તો અમુક અસફળ થાય છે. આજે બોલીવુડમાં એવા ઘણા કલાકરો છે ફિલ્મ હિટ ગઈ હોવા છતાં તે આ ઈન્ડસ્ટ્રીઝમાં ટકી શક્યા નથી.
ઘણા એવા બોલીવુડ સ્ટાર્સ ગુડ લક હોવા છતાં ફિલ્મોમાં સફળ ન થઇ શક્યા. જો કે, તેઓની ફિલ્મો ફ્લોપ રહી હોવા છતાં તેઓની લાઈફસ્ટાઈલ અને બાકીની ચીજોમાં કોઈ ખોટ નથી દેખાતી. પોતાના ફ્લોપ ફિલ્મી કેરિયર હોવા છતાં બોલીવુડનાં આ 10 સિતારાઓ આલીશાન જીવન જીવી રહ્યા છે, કેમ કે તેઓ પાસે કમાણી કરવા માટેનો અન્ય રસ્તો પણ મોજુદ છે.
તુષાર કપૂર: ક્યારેક જમ્પિંગ જૈકનાં નામથી ફેમસ બોલીવુડનાં સુપર સ્ટાર જીતેન્દ્રનાં દીકરા તુષાર કપૂર ફ્લોપ સ્ટાર કીડ રહ્યા છે. 2001 માં તેની ડેબ્યું ફિલ્મ ‘મુજે કુછ કેહના હૈ’ જરૂર હીટ રહી હતી, પણ તે સમયે પણ બધો જ ક્રેડીટ કરીનાને મળ્યો હતો, તેના બાદ તુષારની એકપણ ફિલ્મો નહિ ચાલી પણ તેની પાસે કમાણીના ઘણા સાધન છે.તુષાર બાલાજી ફિલ્મ ટેલીવિજન અને બાલાજી મોશન પિક્ચર્સમાં કો-ઓનર છે, તો તેની ઇન્કમ કરોડોમાં તો હોવાની જ છે.
સેલીના જેટલી: સેલીના ઘણી એવી ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે, પણ તેને કામિયાબી ન મળી. સેલિનાએ ઓસ્ટ્રેલીયન પીટર હૈગ સાથે લગ્ન કર્યા છે. પીટરના દુબઈ અને સિંગાપુરમાં ઘણી હોટેલ છે. સેલીના 4 બાળકોની માં છે અને તે એલજીબીટી સમુદાય માટે પણ કામ કરે છે અને 2014 માં તેનો સિંગિંગ વિડીયો દ વેલકમ આવ્યો, જેનાથી સેલીનાની સારી કમાણી થઇ હતી.
સેલીના ઘણા સોશિયલ પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલી છે. સાથે જ તેણે ભારતમાં પોતાનું એક ઘર રેન્ટ પર આપેલું છે, જેનાથી દરેક વર્ષ લાખોની કમાણી થાય છે.
મયુરી કાંગો: ફિલ્મ પાપા કહેતે હૈ ની ક્યુટ મયુરીએ પણ ફિલ્મોમાં પોતાની કિસ્મત આજમાવી હતી, પણ તે ચાલી ન શકી. જેના બાદ તે માર્કેટિંગ અને ફાયનેન્સ માં એમબીએ કરવા માટે અમેરિકા ચાલી ગઈ અને 2004 થી 2012 સુધી ત્યાં જ કામ કર્યું. હાલ તે ગુડગાંવ, હરિયાણામાં જેનિથ ઓપ્ટીમીડિયામાં ચીફ એનાલોગ ડીજીટલ કન્વર્જ ઓફિસર છે.
ટ્વિન્કલ ખન્ના: બોલીવુડ સુપર સ્ટાર રાજેશ ખન્નાની દીકરી હોવા છતાં ટ્વિન્કલ બોલીવુડમાં સફળ ન થઈ શકી, તેની લગભગ દરેક ફિલ્મો ફ્લોપ રહી હતી.અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા બાદ તેણે બોલીવુડ છોડીને લેખનમાં કિસ્મત આજમાવી અને તે ફેમસ અખબારમાં કોલમ લખે છે. સાથે જ તેમણે ઉપન્યાસ પણ લખ્યા છે, જેનાથી તેને સારી એવી કમાણી થઇ શકે છે. સાથે જ ટ્વિન્કલ હાલ પ્રોડ્યુસર પણ બની ગઈ છે.
અભિષેક બચ્ચન: સદીના મહાનાયક અમિતાબ બચ્ચનનાં દીકરા અભિષેક બચ્ચનની એક-બે ફિલ્મો છોડીને બાકીની બધી કઈ ખાસ કમાલ ન કરી શકી. પણ જુનીયર બચ્ચન વિજ્ઞાપનો દ્વારા તેની સારી કમાણી થાય છે. ત્યારે જ તો તેની પત્ની ઐશ સાથે શાનદાર જગ્યાઓ પર સેર કરતા જોવા મળે છે અને રોલ્સ રોયસ જેવી ગલ્ઝરીયસ કાર ચલાવે છે.અભિષેક હાલ આઈડીયા સેલ્યુલરનાં બ્રાંડ એમ્બેસેડર પણ છે. સાથે જ તે અમેરિકન એકપ્રેસ ક્રેડીટ કાર્ડ, વિડીયોકોન ડીટીએચ, મોટોરોલા મોબાઈલ્સ અને ફોર્ડ ફિએસ્ટાનાં પણ બ્રાંડ એમ્બેસેડર છે.
અમૃતા અરોરા: અમૃતા અરોરા બોલીવુડમાં સુપર ફ્લોપ રહી હતી, પણ છતાં પણ તે શાનદાર લાઈફ જીવે છે. અમૃતાએ અમીર બીઝનેસમૈન શકીલ લદ્દાખ સાથે લગ્ન કર્યા છે. શકીલ મુંબઈનાં એક કન્સ્ટ્રકશન કંપનીનાં ડાયરેક્ટર છે.એવામાં જો પતી અરબપતિ હોય તો પત્ની લગ્ઝરીયસ લાઈફ તો જીવવાની જ છે.
સુષ્મિતા સેન: પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનનું બોલીવુડ કેરિયર કઈ ખાસ રહ્યું ન હતું, પણ લોકપ્રિયતાનાં મામલામાં તે કોઇથી કમ નથી. સુષ્મિતા સેનની ફિલ્મો કઈ ખાસ કમાલ દેખાડતી ન હતી છતાં પણ તે પોતાની ફિલ્મો માટે 3 કરોડ રૂપિયા ફી લેતી હતી.
સાથે જ સુષ્મિતા રેસ્ટોરન્ટ અને મેનેજમેન્ટ કંપનીની માલકિન પણ છે. સાથે જ તે દુબઈમાં પોતાની જ્વેલરી બ્રાંડ પણ ચલાવે છે.
મલાઈકા અરોડા: શાહરૂખ ખાનની ફિલ્મ ‘દિલ’ માંથી ટ્રેન પર ફિલ્માવામાં આવેલા ‘છૈયા-છૈયા’ સોંગ દ્વારા તે ખુબ જ ફેમસ બની ગઈ હતી, પણ તેને ક્યારેય બોલીવુડમાં અભીનેત્રીનાં તૌર પર જગ્યા ન મળી. મલાઈકા માત્ર આઈટમ ગર્લ બનીને જ રહી ગઈ, છતાં પણ તેની લાઈફસ્ટાઈલને જોઇને હેરાન જ રહી જાશો. મલાઈકા સાઈડ બીઝનેસ પણ કરે છે. ફેમસ ઈ કોમર્સ લાઈફસ્ટાઈલ બ્રાંડ-દ લેબલ લાઈફમાં તેની સારી એવી હિસ્સેદારી છે.
કીમ શર્મા: ફિલ્મ મોહબ્બતે ની એક્ટ્રેસ કીમ શર્મા પણ બોલીવુડમાં ફ્લોપ રહી જેના બાદ તેણે અલી પુંજાની નામના કેન્યાનાં બીઝનેસમૈન સાથે લગ્ન કરી લીધા, જો કે, જાણકારી અનુસાર આ લગ્ન તૂટી ચુક્યા છે. તે કેન્યામાં પુંજાની ગ્રુપના હોટેલ્સની સીઈઓ હતી. કીમ હાલ મુંબઈમાં પોતાનો ખુદનો બીઝનેસ શરુ કરવાની તૈયારીમાં છે.
શમિતા શેટ્ટી: શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી પણ ફિલ્મોમાં ફ્લોપ રહી હતી. અમુક ફિલ્મો કર્યા બાદ તે બોલીવુડથી ગાયબ થઇ ગઈ. છતાં પણ તે આલીશાન લાઈફ જીવી રહી છે.મોંઘા હોટેલ્સમાં પાર્ટી એન્જોય કરવાથી લઈને કીમતી કપડા અને બેગ, બધું ખબર નહી કેવી રીતે મેનેજ કરે છે. કદાચ પોતાના અરબપતિ જીજાને લીધે તે આલીશાન લાઈફ જીવી રહી છે.