મનોરંજન

શાહરુખ-એશ્વર્યા સહીત આ 5 જોડીઓ, ફિલ્મોમાં ક્યારેક કર્યું રોમાન્સ તો ક્યારેક બન્યા ભાઈ બહેન

બોલીવુડની દુનિયામાં સંબંધો જલ્દી બદલાઈ જતા હોય છે. ઘણીવાર તમને કલાકારો ફિલ્મોમાં પ્રેમી-પ્રેમિકા,માતા-પિતા તો ઘણીવાર ભાઈ-બહેનના કિરદારમાં જોવા મળતા હોય છે.એવામાં આજે અમે તમને બોલીવુડની અમુક એવી જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ ફિલ્મોમાં ભાઈ-બહેનના કિરદારમાં જોવા મળ્યા હતા તો અમુક ફિલ્મોમાં રોમાન્સ કરતા પણ જોવા મળ્યા હતા.

1.દીપિકા પાદુકોણ-જ્હોન અબ્રાહમ:

Image Source

હેન્ડસમ અભિનેતા જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ ફિલ્મ દેસી બોય્ઝમાં એકબીજા સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા હતા, ફિલ્મ વર્ષ 2011 માં રિલીઝ થઇ હતી.જ્યારે બે વર્ષ પછી અબ્બાસ-મસ્તાની ફિલ્મ રેસ-2 માં બંન્ને ભાઈ-બહેનના કિરદારમાં જોવા મળ્યા હતા.

2.જુહી ચાવલા-અક્ષય કુમાર:

Image Source

અક્ષય કુમાર અને જુહી ચાવલાની જોડીને પણ દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવેલી છે.ફિલ્મ ‘એક રિશ્તા’માં બંન્ને એકબીજાના ભાઈ બહેનના કિરદારમાં જોવા મળ્યા હતા જ્યારે ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી’માં બંન્નેએ એકબીજા સાથે રોમાંસ કર્યો હતો.

3. રણવીર સિંહ-પ્રિયંકા ચોપરા:

Image Source

ગુંડે અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કપલ બનીને રોમાન્સ કરનારી રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની જોડી ફિલ્મ દિલ ધડકને દો માં એકબીજાના ભાઈ-બહેનના રૂપમાં જોવા મળી હતી. જો કે દર્શકોએ તેઓને ભાઈ-બહેનના રૂપમાં પણ ખુબ પસંદ કર્યા હતા.

4.કરીના કપૂર-તુષાર કપૂર:

Image Source

જીતેન્દ્રના દીકરા તુષાર કપૂરે કરિનાની સાથે ફિલ્મ મુજે કુછ કહેના હૈં દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી.બંને એક સાથે જ ફિલ્મ જગતમાં ઉતર્યા હતા, ફિલ્મ 2001 માં રિલીઝ થઇ હતી. જો કે તેના પછી બંન્ને ફિલ્મ જીના સિર્ફ મેરે લિયેમાં પણ કપલના રૂપે જોવા મળ્યા હતા. વર્ષ 2008 માં ફિલ્મ ગોલમાલ રિટર્ન્સમાં બંન્ને ભાઈ-બહેનના કિરદારમાં જોવા મળ્યા હતા.

5. શાહરુખ ખાન-ઐશ્વર્યા રાઈ:

Image Source

કિંગ ઓફ રોમાન્સ શાહરુખ ખાન અને મિસ વર્લ્ડ એશ્વર્યા રાઈની જોડીને લોકોએ ખુબ પસંદ કરી છે.બંનેની જોડીને ફિલ્મ મોહબ્બતેં, દેવદાસ અને યે દિલ હૈં મુશ્કિલમાં જોવા મળી હતી. ફિલ્મોમાં આ જોડીનો રોમાન્સ દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો. જો કે વર્ષ 2000 માં મંસૂર ખાનની ફિલ્મ જોશમાં આ જોડી ભાઈ-બહેનના રૂપમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks