બોલિવુડમાંથી વધુ એક દુઃખદ સમાચાર: ફેલાઇ શોકની લહેર ! આ હસ્તીએ કહ્યું અલવિદા

મશહૂર ડાયરેક્ટર સિકંદર ભારતીનું થયુ નિધન, 60 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ- આજે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

હિન્દી સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક સિકંદર ભારતીનું નિધન થયુ છે, તેઓ 60 વર્ષના હતા અને 24 મેના રોજ મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર 25 મેના રોજ સવારે 11 વાગ્યે ઓશિવારા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા.

આ દરમિયાન ફિલ્મ જગતની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બધાએ તેમને અશ્રુભીની આંખો સાથે અંતિમ વિદાય આપી. સિકંદર ભારતીએ હિન્દી સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં ‘ઘર કા ચિરાગ’, ‘ઝાલીમ’, ‘રૂપયે દસ કરોડ’, ‘ભાઈ ભાઈ’, ‘સૈનિક સર ઊઠા કે જિયો’, ‘દંડનાયક’, ‘રંગીલા રાજા’, ‘પોલીસ વાલા’ અને ‘ડે ફંટુશ’ જેવી ફિલ્મો સામેલ છે.

તેમણે ઘણા મોટા કલાકારો સાથે પણ કામ કર્યું છે. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. ફિલ્મ નિર્દેશકના નિધનને કારણે પરિવારજનોની હાલત ખરાબ છે. સિકંદર ભારતી એવા દિગ્દર્શકોમાંના એક હતા જેમણે કોઈપણ પ્રોજેક્ટ પૂરા સમર્પણ સાથે કર્યો હતો. ફિલ્મ હિટ થશે કે ફ્લોપ જશે તેની તેમને ચિંતા નહોતી, તે પરિણામની ચિંતા કર્યા વિના પોતાનું કામ ઈમાનદારીથી કરતા હતા.

હિન્દી સિનેમામાં તેમણે રાજેશ ખન્ના, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને ગોવિંદા જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ડિરેક્ટરનું નિધન કેવી રીતે થયું. પરિવાર દ્વારા પણ આ વિશે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Shah Jina