આપણે આપણી આસપાસ ઘણી વાર જોયું છે કે લોકો કોઈના વ્યક્તિત્વને તેના કપડાં, તેની સુંદરતા અથવા તેના દેખાવથી ઓળખવા લાગે છે. જો આપણે તેને એક વિકૃતિ ન કહીએ, તો શું કહીએ. કે જયારે આપણો દેશ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યો છે, ત્યારે આપણામાંના કેટલાક લોકો હજી પણ રંગભેદ, જાતિવાદી ટિપ્પણીથી કરવામાંથી ઊંચા નથી આવતા. આવું જ થયું હતું, ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં ‘કોલકાતા નાઈટ રાઇડર્સ’ અને ‘ચેન્નઈ સુપર કિંગ્સ’ વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતેની મેચ દરમિયાન શાહરૂખ ખાનની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, પરંતુ તે તેના કારણે નહીં પરંતુ તેની બાજુમાં બેસેલા એક અજાણ્યા વ્યક્તિને કારણે થઇ હતી, જેનો રંગ કાળો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીરમાં કિંગ ખાન સાથે બેસીને એક વ્યક્તિ મેચની મજા માણતો જોવા મળે છે, પણ તેની ત્વચાના રંગને કારણે લોકોએ સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ મજાક ઉડાવી હતી.

જણાવી દઇએ કે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સ્ટેડિયમના વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખની બાજુની સીટ પર બેઠેલા વ્યક્તિનું નામ એટલી કુમાર છે.

એટલી તમિલ ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો છે. તમિલનાડુના મદુરાઇમાં જન્મેલા એટલીનું પૂરું નામ અરુણ કુમાર છે. તે તમિલ ફિલ્મ્સના ડિરેક્ટર અને સ્ક્રીનપ્લે-રાઇટરની ભૂમિકા નિભાવે છે.

એટલી કુમારનો જન્મ 21 સપ્ટેમ્બર 1986ના રોજ તમિલનાડુમાં થયો હતો. એટલી કુમારે 2013માં ફિલ્મ રાજા રાની સાથે ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો.

તેમની ફિલ્મ રાજા રાનીએ સાઉથ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી ભારે સફળતા હાંસલ કરી હતી. ત્યારબાદ તેને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો વિજય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

અરુણ કુમારે 5 વર્ષ પ્રખ્યાત ડિરેક્ટર એસ શંકર સાથે કામ કર્યું હતું. તેણે 3 ઇડિયટ્સની રિમેકમાં પણ કામ કર્યું હતું. તેમનું એપલ પ્રોડક્શન નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. એટલી કુમાર સાથે વીઆઈપી સ્ટેન્ડમાં તેમની પત્ની કૃષ્ણા પ્રિયા પણ દેખાઈ રહી છે.

કૃષ્ણા પ્રિયા સાથેના 8 વર્ષના સંબંધ પછી 2014માં બંનેએ લગ્ન કર્યા હતા. એટલી કુમાર અને કૃષ્ણા પ્રિયાના લગ્નમાં ઘણા ફિલ્મી સિતારાઓએ હાજરી પણ આપી હતી. કૃષ્ણા ટેલિવિઝન અભિનેત્રી છે અને તે ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી છે.

એટલી કુમારે માત્ર તેમની પ્રતિભાને કારણે જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિશેષ સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયા પર જ્યારે એટલી કુમારના રંગ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે એટલીના ચાહકોએ ટ્રોલ્સ પર જવાબી હુમલો પણ કર્યો હતો.

એક યુઝરે એટલીની તરફેણ કરતા લખ્યું, ‘હા, તે કાળો છે. શું તમે પણ જાણો છો કે પ્રાચીન ભારતમાં લોકોની ત્વચાની રંગત શું હતી. એમ પણ કોઈ અથવા તો ઘરે ટીવી પર મેચ જોઈ રહ્યું છે કે પછી ટિકિટ ખરીદીને સ્ટેન્ડથી, પણ એટલી કુમાર વીઆઈપી સ્ટેન્ડમાં શાહરૂખ સાથે બેસીને મેચ જોઈ રહ્યો છે, એ પણ તેમણે પોતાની પ્રતિભાથી આ સિદ્ધિ મેળવી છે.’

આ પહેલા પણ એટલી કુમાર અને તેની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. લોકોએ તેની પત્ની સાથેની તેમની તસ્વીરો પર ભદ્દી કૉમેન્ટ્સ કરીને તેમનું મજાક બનાવ્યું હતું. આ હકીકત એ લોકો માટે એક સલાહ છે કે જે લોકો તેની મજાક ઉડાવતા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.