બોલિવુડમાં થયું હતું વધુ એકનું નિધન…2-3 દિવસ બાદ ઘરમાં મળી લાશ, સેલેબ્સે જતાવ્યુ દુ:ખ

બોલીવુડ પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, આ મહાન સેલિબ્રિટીનું થયું નિધન- જાણો વિગત

બોલિવુડમાં ઘણા નિધનના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે થોડા સમય પહેલા  બોલિવુડના ટ્રેજેડી કિંગનું નિધન થયુ હતુ અને તે બાદ ચંકી પાંડેની માતાનું પણ નિધન થયુ હતુ. હવે બીજા એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણિતા ફિલ્મ ક્રિટિક રાશિદ ઇરાનીનું નિધન થઇ ગયુ છે. તેઓ 74 વર્ષના હતા. તેમની લાશ સોમવારે તેમના ઘરમાં મળી આવી હતી. રીપોર્ટ્સ અનુસાર એવું માનવામાં આવી રહ્યુ છે કે,તેમની મોત 30 જુલાઇના રોજ થઇ હતી.

તેમના પરિવારમાં કોઇ સભ્ય હાજર ન હતુ અને તેને જ કારણે તેમના નિધનની જાણકારી મળી નહિ. 2-3 દિવસ બાદ રાશિદ ઇરાનીને જયારે કોઇએ ન જોયા તો પોલિસ અને લોકોએ તેમની તપાસ કરી અને આ તપાસ તેમના ઘરે જઇને રોકાઇ, જયાં તેઓની લાશ મળી આવી.

રાશિદ ઇરાનીના નિધનથી ફિલ્મ જગત અને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. મશહૂર ફિલ્મ નિર્માતા કરણ જોહરે ટ્વીટ કરી તેમના નિધન પર દુ:ખ જતાવ્યુ છે. કરણ જોહરે એક ટ્વીટને રીટ્વીટ કરી લખ્યુ, તમારી આત્માને શાંતિ મળે રાશિદ.. મને આપણી સારી મુલાકાત અને વાતચીત યાદ છે. સિનેમા પર તમારી અંતદ્રષ્ટિ હંમેશા કિંમતી રહેશે.

પીટીઆઇ અનુસાર, રાશિદ ઇરાનીના નજીકના મિત્રનું કહેવુ છે કે, તેઓ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. તેઓ એકલા રહેતા હતા. તેમને છેલ્લા વર્ષે કોરોના પણ થયો હતો. મુંબઇ પ્રેસ ક્લબે પણ ટ્વીટ કરી રાશિદ ઇરાનીના નિધનની જાણકારી આપી છે.

Shah Jina