મનોરંજન

લગ્ન પછી સાવ બરબાદ થઇ ગયું આ 8 અભિનેત્રીઓનું ફિલ્મી કરીયર, હાલ પૈસા કમાવા આવા આવા કામો…

બોલીવુડમાં મોટાભાગે એવું થાય છે કે, લગ્ન થયા બાદ એક્ટ્રેસનું કરિયર લાંબા સમય સુધી નથી ચાલતું. લગ્ન થયા બાદ ઘણી એક્ટ્રેસ પડદાથી દૂર પણ થઇ ગઈ હોય છે અથવા તેના રોલ સાથે સમજોતા કરી લે છે. માધુરી દીક્ષિત, અનુષ્કા શર્મા, કાજોલ અને ઐશ્વર્યા રાયએ તેના રોલ સાથે સમજોતા કરી લીધા છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે, એક્ટ્રેસનું કરિયર પૂરું કેમ થઇ જાય છે. લગ્ન પહેલા બોલીવુડમાં બહેતરીન ફિલ્મોકરે છે પરંતુ લગ્ન બાદ અચાનક કે તેની કરિયરમાં ભારે ફેરફાર આવે છે.

બોલીવુડના જાણીતા ચહેરા સોનમ કપૂર, માધુરી દીક્ષિત, કાજોલ, રાની મુખર્જી, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા દિગ્ગ્જ એક્ટ્રેસ છે પરંતુ લગ્ન બાદ તે પસંદગીની ફિલ્મમાં જ નજરે આવી છે. આ એક્ટ્રેસો જે ફિલ્મમાં નજરે આવી છે તે ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ કંઈ ઉખાડી શકી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

માધુરી દીક્ષિત, કાજોલ અને ઐશ્વર્યા રાય એક્ટ્રેસ છે જે લોકોએ તેના રોલ સાથે સમજોતા કર્યા છે. ઐશ્વર્યા રાયે લગ્ન બાદ ઓછી ફિલ્મમાં લીડરોલમાં નજરે આવી છે. કોઈઓ ફિલ્મમાં ઐશ્વર્યાએ બહેન તરીકે તો કોઈ ફિલ્મમાં સાઈડ રોલ કર્યો છે. માધુરીએ ફિલ્મમાં માતાનો રોલ કર્યો હતો. કાજોલ પણ ફિલ્મી પડદા પર માતાની ભૂમિકામાં નજરે આવી ચુકી છે.

આવો જાણીએ એ એક્ટ્રેસ વિષે.

અનુષ્કા શર્મા

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્માએ બોલીવુડના કિંગ ખાન શાહરુખ ખાન સાથે 2008માં ‘રબ દે બના દી’ જોડીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ સુપર હિટ સાબીત થઇ હતી. આ ફિલ્મ બાદ અનુષ્કા શર્માએ બેન્ડ બાજા બારાત, જબ તક હૈ જાન, પીકે, સુલતાન મિર્ઝા જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. 2017માં જ્યાં અનુષ્કા શર્માનું કરિયર ટોપ પર હતું ત્યારે તેને ક્રિકેટ કેપ્ટ્ન વિરાટ કોહલી સાથે અચાનક જ લગ્નનો ફેંસલો લઈને બધાને ચોંકાવી દીધા હતા. તે સમયે અનુષ્કા શર્માની ઉંમરે 29 વર્ષની હતી. લગ્ન બાદ અનુષ્કા શર્માએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેની ફિલ્મો બોક્સઓફિસ પર ચાલી ના હતી. લગ્ન બાદ અનુષ્કાએ પરી, સુઈ ધાગા અને જીરો જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

પ્રિયંકા ચોપરા

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને કોણ નથી જાણતું. પ્રિયંકા ચોપરાની દમદાર એક્ટિંગને કારણે બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ એક નવી પહેચાન બનાવી છે. પ્રિયંકા ચોપરાએ અંદાજ, મુજસે શાદી કરોગી, એતરાજ, ક્રશ, ડોન, દોસ્તાના, 7 ખૂન માફ, બર્ફી અને મેરી કોમ જેવી સુપરહિટ ફિલ્મ આપી હતી. 2015થી 2018માં પ્રિયંકા ચોપરાએ ક્રાંટિકોથી હોલીવુડ ડ્રૉમ સિરીઝમાં કામ કર્યું હતું. આ વચ્ચે 2017માં બેવોચમાં નજરે આવી હતી. વર્ષ 2018માં પ્રિયંકાએ જયારે અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરવાનો ફેંસલો લીધો ત્યારે તેની પાસ હોલીવુડ અને બૉલીવુડ બંનેની ઓફર હતી. પ્રિયંકા ચોપરાએ લગ્નને લઈને સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પ્રિયંકા ચોપરા લગ્ન બાદ 1 જ ફિલ્મમાં નજરે આવી હતી. 11 ઓકટોબર 2019માં રિલીઝ થયેલું ‘ધ સ્કાય ઇઝ પિન્ક’માં નજરે આવી હતી પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

ઐશ્વર્યા રાય

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડ બન્યા બાદ બોલીવુડમાં હાથ અજમાવ્યો હતો. ઐશ્વર્યાએ 1999માં ફિલ્મ ‘તાલ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તે જ વર્ષે ઐશ્વર્યા હમ દિલ દે ચુકે સનમમાં પણ જોવા મળી હતી. આ બંને ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. 2007માં ઐશ્વર્યા રાયની કરિયર પીક પર હતી ત્યારે તેને અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. લગ્ન બાદ ઐશ્વર્યાએ જોધા અકબર, સરકાર રાજ, રાવણ, એક્શન રિપ્લે, એ દિલ હૈ મુશ્કિલમાં અને ફન્ને ખાનમાં કામ કર્યું છે. પ્રતનું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાણી કરી શકી નથી.

માધુરી દીક્ષિત

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) on

બોલવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતને કોણ નથી જાણતું. એક સમય હતો માધુરીની ફિલ્મ રિલીઝ થતા પહેલા જ હિટ થઇ હતી હતી. માધુરીની સુપરહિટ ફિલ્મોની વાત કરવામાં આવે તો તેને ખલનાયક, બેટા, તેજાબ, રામ લખન, દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મોમાં એક્ટિંગને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. 1999માં માધુરીએ રામ નેને સાથે લગ્ન કર્યા બાદ 2000માં તે પુકાર ફિલ્મમાં નજરે આવી હતી. આ બાદમાં માધુરી દીક્ષિતે લઝઝા, હમ તુમ્હારે સનમ, કલંક, ટોટલ ધમાલજેવી ફિલ્મમાં કામ કર્યું હતું પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પણ કમાણી કરી શકી ના હતી.

અસીન થોટ્ટૂમકલ

 

View this post on Instagram

 

A post shared by Asin Thottumkal (@simply.asin) on

અસિને 13 વર્ષની ઉંમરમાં જ કરિયરની શરૂઆત કરી દીધી હતી. અસિને બોલીવુડની સાથે-સાથે તેની શાનદાર એક્ટિંગથી સાઉથમાં પણ જગ્યા બનાવી લીધી હતી. અસિને આમિર ખાનની ગજની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ બાદ અસિને રેડી, બોલ બચ્ચન, ઓલ ઇઝ વેલ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું. અસિને વર્ષ 2016માં માઇક્રોમેક્સના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. અસિને લગ્ન કર્યા બાદ ફિલ્મી કરિયર પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

જેનેલિયા ડિસોઝા

 

View this post on Instagram

 

A post shared by Genelia Deshmukh (@geneliad) on

જેનેલિયા ડિસોઝાએ તેની કરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરથી કરી હતી. જેનેલિયા ‘તુજે મેરી કસમ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જેનેલિયા ડિસોઝાએ રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા બાદ તેની કરિયર પુરી જ થઇ ગઈ હતી.

નમ્રતા શિરોડકર

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

નમ્રતાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમયની સુપરહિટ એક્ટ્રેસ નમ્રતાઆઈ લગ્ન કર્યા બાદ એક પણ ફિલ્મમાં કામ કર્યું ના હતું. લગ્ન બાદ નમ્રતાએ એક પણ ફિલ્મ નથી કરી.

ટ્વીન્કલ ખન્ના

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

ટ્વીન્કલ ખન્નાએ તેની કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી હતી. ટ્વીન્કલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મમાં કામ કરવાનું બંધ જ કરી દીધું હતું. ફિલ્મમાં કામ ન કરવાનું કારણ હતું અક્ષય કુમાર. અક્ષય કુમારને બિલકુલ પસંદ ના હતું કે ટ્વીન્કલ ખન્ના ફિલ્મમાં કામ કરે. આ કારણે જ ટ્વિંન્કલ ખન્નાએ લગ્ન બાદ ફિલ્મમાં કામ કરવાનું બંધ જ કરી દીધું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.