ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર, વધુ એક દિગ્ગજ અભિનેતાનું એક્સિડન્ટમાં થયું મૃત્યુ

છેલ્લા થોડા ઘણા સમયથી મનોરંજન જગતમાંથી ઘણા દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે લગભગ એકાદ સપ્તાહ પહેલા જ સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન થયુ છે, ત્યાં સંગીત ઇન્ડસ્ટ્રીના ડિસ્કોકિંગ કહેવાતા બપ્પી લહેરીના પણ નિધનનના સમાચાર સામે આવ્યા છે, ત્યારે વધુ એક અભિનેતાનું માર્ગ અકસ્માતમાં મોત થયાના સમાચાર છે. પંજાબી એક્ટર દીપ સિદ્ધુ મંગળવારે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સોનીપતના ખરખોડા પાસે રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. તેની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે દીપ સિદ્ધુની કારના પરખચ્ચા ઉડી ગયા હતા. વાહનની સ્પીડ એટલી હતી કે સ્કોર્પિયોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો.

અકસ્માત સમયે તેની એનઆરઆઈ મિત્ર રીના પણ સ્કોર્પિયોમાં સવાર હતી. પરંતુ સદનસીબે તે બચી ગઇ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, પોલીસ પહોંચી ત્યાં સુધીમાં દીપ સિદ્ધુનું મોત થઈ ચૂક્યું હતું. તે જ સમયે તેની NRI મિત્ર રીનાને સારવાર માટે ખારઘોડા CHACમાં લાવવામાં આવી હતી. સિદ્ધુ પંજાબી સિનેમાનું જાણીતું નામ હતો અને રાજકારણમાં પણ તે જાણીતો હતો. તની મોતથી તેના નજીકના લોકો આઘાતમાં છે. તેના નિધન પર સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. આ દરેક માટે આઘાતજનક છે.

ઘટનાસ્થળે તપાસ માટે પહોંચેલી પોલીસ અનુસાર, અકસ્માત રાત્રે 8 થી 8:30 વાગ્યાની વચ્ચે થયો હતો. અકસ્માત સમયે દીપ સિદ્ધુ પોતે સ્કોર્પિયો ચલાવી રહ્યો હતો અને તેની સાથે એક NRI મિત્ર પણ હતી. અકસ્માત દરમિયાન ટ્રક અને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારના કૂરચા ઉડી ગયા હતા અને દીપ સિદ્ધુનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો હતો. અભિનેતાએ કાયદાનો અભ્યાસ કર્યો.

કિંગફિશર મૉડલ હન્ટ ઍવૉર્ડ જીત્યા પહેલાં તે થોડા દિવસો માટે બારનો સભ્ય પણ હતો. કેટલીક રીપોર્ટ અનુસાર સિદ્ધુ રીના નામની પંજાબી અભિનેત્રી સાથે સંબંધમાં હતો. તેણે થોડા સમય પહેલા રીનાને ટેગ કરીને એક રોમેન્ટિક પોસ્ટ પણ શેર કરી હતી. વર્ષ 2019માં જ્યારે અભિનેતા સની દેઓલે ગુરદાસપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે તેણે દીપ સિદ્ધુને પણ પોતાના ચૂંટણી પ્રચારની ટીમમાં રાખ્યો હતો.

આ દરમિયાનની તસવીર સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. પરંતુ લાલ કિલ્લા પર થયેલી હિંસક ઘટના બાદ સની દેઓલે દીપ સાથેની ઓળખાણની વાતને ખોટી ગણાવી હતી. તેણે એક ટ્વીટમાં કહ્યું હતું કે- ‘તેનો અને તેના પરિવારનો સિદ્ધુ સાથે કોઈ સંબંધ નથી.’ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. દિલ્હી નજીક કુંડલી બોર્ડર પાસે દીપ સિદ્ધુની કારનો સોનેપતમાં અકસ્માત થયો હતો, જેમાં તેણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. દીપ સ્કોર્પિયોમાં હતો અને તેની કાર ટ્રોલી સાથે અથડાઈ હતી.

આ દરમિયાન દીપ સિદ્ધુ સાથે અભિનેત્રી રીના રાય પણ સાથે હતી. હાલમાં રીનાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક દિવસ પહેલા બંનેએ વેલેન્ટાઈન ડેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. આ પ્રસંગની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના મોતના એક દિવસ પહેલા લેવામાં આવેલી આ તસવીરમાં દીપ વેલેન્ટાઈન ડે પર પંજાબી અભિનેત્રી રીના રાય સાથે પોઝ આપતો જોવા મળે છે.

આ તસવીરમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રીના રાયે દીપ સાથેની પોતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ તસવીરમાં રીના રાય સેલ્ફી લેતી જોવા મળી રહી છે અને તેણે ફોટો પર હેપ્પી વેલેન્ટાઈન ડે લખીને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે.

પંજાબી અભિનેતા અને દીપ સિદ્ધુના સારા મિત્રોમાંના એક એમી વિર્કે સોશિયલ મીડિયા પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે દીપ માટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે, ‘વાહેગુરુ વાહેગુરુ, વાહેગુરુ, ગયા અઠવાડિયે એક ફિલ્મની યોજના બનાવવા માટે ફોન આવ્યો, મેં કહ્યું ભાઈ જલ્દી મળીએ, હું આજે પંજાબની બહાર છું. હું મળી પણ ન શક્યો યાર.’ તમને જણાવી દઈએ કે દીપ સિદ્ધુ અને રીના રાય પંજાબી ફિલ્મ ‘રંગ દે પંજાબ’માં સાથે જોવા મળ્યા હતા.

રીના રાયે સોશિયલ મીડિયા પર દીપ સિદ્ધુ સાથેની ઘણી વધુ તસવીરો શેર કરી છે, જેમાં બંને વચ્ચેની સુંદર બોન્ડિંગ તેમના પ્રેમની કહાની કહી રહી છે. દીપ સિદ્ધુને પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ માનવામાં આવે છે. તેણે ‘રમતા જોગી’ ફિલ્મથી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ પછી તે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો.

ચાહકો અને તેમના નજીકના લોકો સોશિયલ મીડિયા દ્વારા મૃતકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રીનાએ દીપ સિદ્ધુ સાથેની ઘણી વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં ગત રાત્રે દીપ સિદ્ધુનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. ત્યાં તેની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રીના રાયને સામાન્ય ઈજા થઈ હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ આ વર્ષે ચર્ચામાં આવ્યો હતો અભિનેતાએ કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ 26 જાન્યુઆરીએ યોજાયેલી ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં ભાગ લીધો હતો. તે દરમિયાન આંદોલન સાથે સંકળાયેલા ઘણા લોકોએ હિંસાની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને લાલ કિલ્લા પર ચઢીને ધાર્મિક ધ્વજ લહેરાવ્યો હતો. આ હિંસામાં લગભગ 500 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

Shah Jina