અજબગજબ દિલધડક સ્ટોરી

દેશમાં બધું જ છે બંધ, તે છતાં આ લોકો પોતાના જીવના જોખમ ઉપર લડી રહ્યા છે, એક સલામ તો બને જ છે

કોરોના વાયરસનો કહેર આપણા દેશમાં પણ દિવસેને દિવસે વધી રહ્યો છે, રવિવારે પાડવામાં આવેલા જનતા કર્ફ્યુ બાદ દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉં કરી દેવામાં આવ્યું છે. ત્યારે લોકો અત્યારે પોતાના જીવની સલામતી માટે પોતાના ઘરની અંદર જ રહેવાનું સુરક્ષિત સમજી રહ્યા છે, ત્યારે આપણે જયારે ઘરની અંદર બેઠા હોઈએ ત્યારે ઘરની બહાર પણ સુરક્ષા કરવાનું કામ કેટલાક લોકો નિભાવી રહ્યા છે. આપણા માટે પોતાના જીવની ચિંતા કાર્ય વગર પણ કોરોના વાયરસ સાથે દેશની પણ સુરક્ષાને સાચવી રહ્યા છે. ચાલો આજે એવા જ લોકોને તમને મળાવીએ અને એમનો દિલથી આભાર પણ માનીએ.

Image Source

સુરક્ષા સાથે મદદ કરતી પોલીસ:
આપણે જયારે ઘરની અંદર પોતાની જાતને સલામત સમજીએ છીએ તેની પાછળ જો કોઈનો સૌથી મોટો ફાળો હોય તે પોલીસનો છે. દરેક રાજ્યની પોલીસ ખડા પગે ઉભા રહીને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખી રહી છે સાથે જ આ સમય દરમિયાન જરૂરિયાત મંદોની મદદ કરતા પોલીસ કર્મીઓ પણ જોવા મળ્યા.

Image Source

ઠેર ઠેર સફાઈનું કામ:
કોરોનાથી બચવા માટે ચોખ્ખાઈ રાખવી સૌથી જરૂરી છે, આપણે આપણા ઘરમાં તો સફાઈ રાખી શકીએ પરંતુ રોડ રસ્ત-રસ્તાને પણ સાફ રાખવાલા જ જરૂરી બને છે. કેટલાક લોકો માટે આ એક મજબુરીનું કામ બની ગયું છે.

Image Source

કોરાના સાથે સરહદની રક્ષા પણ જરૂરી:
સમગ્ર દેશની અંદર જયારે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે દેશમાં કોરોનાના ખતરા સામે લડવાની સાથે દેશની સરહદની પણ સુરક્ષા કરવી એટલી જ જરૂરી છે. ત્યારે દેશની અંદર આપણને સુરક્ષિત રાખતા દેશના જવાનોને પણ સલામ કરવા જોઈએ.

Image Source

પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીઓ:
સમગ્ર દેશની અંદર લોકડાઉન છે તે દરમિયાન પેટ્રોલપંપને ખુલ્લા રાખવામાં આવ્યા છે, આ પેટ્રોલપમ્પ ઉપર કામ કરતા તમામ કર્મીઓ પણ સલામીને હકદાર છે.

Image Source

હોસ્પિટલના સ્ટાફને પણ સલામ તો બને જ છે:
આ સમય દરમિયાન હોસ્પિટલના ડોકટરો સાથે સ્ટાફ પણ ખડેપગે ઉભા રહી અને લોકોની સેવા કરતો જોવા મળી રહ્યો છે, કૂર્ણ સામેની આ લડાઈમાં તેમને પણ દિલથી સલામ કરવાનું મન ચોક્કસ થાય.

Image Source

સફાઈ કર્મીઓ પણ સલામીને છે હકદાર:
ઓરોના વાયરસની લડાઈમાં સફાઈ કર્મીઓ પણ ખુબ જ મહત્વનું યોગદાન આપી રહ્યા છે, દેશમાં ઠેર ઠેર તેઓ જાહેર રસ્તોથી લઈને તમારી સોસાયટી સુધીનું સફાઈનું કામ હાથ ઉપર લીધું છે. એ લોકોને પણ સલામ તો બને જ છે.

Image Source

સૅનેટાઇઝ કરતા કર્મીઓ:
દેશમાં ઠેર ઠેર સૅનેટાઇઝનું કામ પણ કરવામાં આવે છે, રોડ રસ્તાઓ સાથે વાહનોને પણ પોતાના જીવન જોખમે સૅનેટાઈઝનું કામ કરતા એ કર્મીઓ પણ સલામીને હકદાર છે.

આ દેશના એક નાગરિક તરીકે આપણે આ સૌને ચોક્કસ સલામ કરવું જોઈએ, કોમન્ટ કરીને તમે એક સાથે સૌનો આભાર વ્યક્ત કરી શકો છો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.