ખબર

પંજાબમાં એરફોર્સનું મિગ-29 વિમાન દુર્ઘટના ગ્રસ્ત, પાયલટ સુરક્ષિત

પંજાબમાં આજે વાયુસેનાનાનું લડાકુ વિમાન મિગ-29 વિમાન દુર્ઘટના થયું છે, જેના સમાચાર ન્યુઝ એજેન્સી રની દ્વારા ટ્વીટર ઉપર ટ્વીટ કરીને આપવામાં આવી છે. આ દુર્ઘટનામાં પાયલટ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

Image Source

પંજાબના નવાશહેર ના ચૂહારપુરા ગામમાં ભારતીય વાયુસેનાનું એક મિગ-29 વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું છે. જેની અંદર કેટલીક તકનીકી ખામી આવી જવાના કારણે દુર્ઘટના ઘટી હતી, અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનનો પાયલોટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

આ ઘટના લગભગ 11:30 વાગે બની હતી, ભારતીય વાયુસેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જાલંધરની નજીક વાયુસેના અડ્ડાથી મિગ-29 વિમાન પ્રશિક્ષણ અભિયાન ઉપર હતું, હેલીકૉપટર દ્વારા પાયલોટને બચાવવામાં આવ્યો હતો. આ ઘટનાને જોનારા લોકોએ જણાવ્યું હતું કે 11 વાગ્યાની આસપાસ એક આગનો ગોળો ખેતર તરફ આવ્યો અને જમીન સાથે ટકરાતા જ એક મોટો ધડાકો થયો.

જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં કોઈ હાજર નહોતું, જેના કારણે મોટી દુર્ઘટના ઘટતા બચી ગઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.