રસ્તા વચ્ચે છોકરીઓના બે ગ્રુપ વચ્ચે થઇ જોરદાર મારામારી, વીડિયો થયો વાયરલ

બજાર વચ્ચે છોકરીઓના બે ગ્રુપ વચ્ચે થઇ મારપીટ, વીડિયો થયો વાયરલ

છત્તીસગઢના બૈકુંઠપુર જિલ્લાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં છોકરીઓના બે ગ્રુપ બજારમાં એકબીજા સાથે મારામારી કરતા જોવા મળ્યા. ઘટનાસ્થળે હાજર લોકોએ ઝઘડો રોકવાનો પ્રયાસ કર્યો પણ બંને ગ્રુપમાંથી કોઇ માન્યુ નહિ.તેઓ એકબીજાના વાળ ખેંચતા રહ્યા અને એકબીજાને મારતા રહ્યા. આ ઘટના સિટી કોતવાલી વિસ્તારની છે.

કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. છોકરીઓ વચ્ચેની લડાઈ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પણ હાલ આ ઘટના તે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. જણાવવામાં આવી રહ્યું છે કે છોકરીઓ વચ્ચે ઝઘડાની ઘટના બજારપરા પેલેસ રોડ હનુમાન મંદિરની સામે બની હતી. પહેલા છોકરીઓ વચ્ચે બોલાચાલી થઈ અને પછી વાત મારામારી સુધી પહોંચી ગઈ.

છોકરીઓએ એકબીજાને જોરથી લાત અને મુક્કા માર્યા અને અપશબ્દો પણ બોલ્યા. છોકરીઓને આ રીતે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બીજી તરફ આ મામલે પોલીસનું કહેવું છે કે છોકરીઓની મારપીટનો વીડિયો તેમના ધ્યાને આવ્યો છે. જેની તપાસ કરવામાં આવી રહી છે, હાલમાં કોઈપણ બાજુથી કોઈ ફરિયાદ મળી નથી. ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Shah Jina