ખબર

બ્રેકિંગ : વર્ષોથી સેવાતું સપનું થયું સાકાર! સ્વિટ્ઝરલેન્ડની સરકારે આપી દીધી સ્વિસ બેન્કમાં ખાતું ધરાવતા ભારતીય ધનપતિઓની માહિતી, વાંચો અહેવાલ

ભારતમાં વારેવારે સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેન્કમાં જમા થયેલ દેશનાં કાળા નાણાની વાત થતી રહેતી હોય છે. વર્તમાન સરકારે સત્તામાં આવતી વખતે એ દાવો કરેલો કે અમે સ્વિટ્ઝરલેન્ડની બેન્કમાં પડેલ ભારતીય કાળુંનાણું ભારત પરત લાવશું. જો કે, અમુક ખાતાઓમાં ગેરવ્યાજબી રીતે જમા આ પૈસો ભારતમાં તો આવે ત્યારે ખરો પણ હાલ એક સમાચાર આવ્યા છે જે વર્તમાન સરકાર નોંધપાત્ર સફળતા જેવા ગણાય.

સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારને સ્વિસ બેન્કમાં ખાતા ધરાવતા ભારતીય ખાતાધારકોનું પહેલું લિસ્ટ સોંપી દીધું છે. ભારત વિશ્વના એવા મહત્ત્વના દેશોમાં સામેલ છે, જેને આ પ્રકારની જાણકારી મળી હોય. અમુક જ રાષ્ટ્રની સરકારો આવું કરી શકવાને સક્ષમ બની છે. હાલ સ્વિસ બેન્કમાં વિશ્વના ૭૫ દેશોના ૩૧ લાખ ખાતાધારકો એવા છે, જેમનાં ખાતા રડાર પર છે. ભારતના પણ કેટલાક ખાતેદારોનાં નામ એમાં સમાવિષ્ટ છે.

સ્વિસ સરકારે ભારતને સોંપેલું આ લિસ્ટ હજુ પ્રથમ છે. બીજી યાદી આવતાં વર્ષે ભારતને સોંપવામાં આવશે. આ જાણકારી મળ્યા બાદ સરકારના સૂત્રો જણાવે છે, કે બધાં જ ખાતાઓ કંઈ ગેરકાનૂની નથી. હવે સરકારી એજન્સીઓની તપાસ શરૂ થશે. એ પછી ખાતાધારકોનાં નામ સહિતની જાણકારી જાહેર કરવામાં આવશે અને તદ્દોપરાંત કાર્યવાહી હાથ ધરાશે.

ભારતીયોનું કેટલું નાણું આ બેન્કમાં છે? —

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતીયોના ૬૭૫૭ કરોડ રૂપિયા હાલ સ્વિસ બેન્કમાં જમા છે. જૂન-૨૦૧૯માં સ્વિસ નેશનલ બેન્ક દ્વારા જારી રિપોર્ટ અનુસાર, હાલ સ્વિસ બેન્કમાં જમા ભારતીય રાશિમાં જણાવ્યા અનુસાર હવે ભારતીયોનાં જમા નાણાંની સંખ્યા સ્વિસ બેન્કમાં ઘટી છે. હજી સુધી એ ખબર નથી પડી કે જમા ૬૭૫૭ કરોડમાં કેટલું કાળું નાણું છે. જો કે, એટલી માહિતી તો ભારતને મળી જ ગઈ છે કે, કાળું નાણું ધરાવતા ખાતાધારકો સામે મજબૂત કેસ બની શકે!

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.