ખબર

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણનુ મોટુ એલાન, અહીંયા 40 હજાર કરોડનો વધારો કર્યો- જાણો કોને ફાયદો?

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતરમણ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજથી જોડાયેલ પાંચમા અને છેલ્લા તબક્કાની જાહેરાત કરી રહ્યા છે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફરન્સ અંગે માહિતી આપી હતી. મહત્વનું છે કે નાણામંત્રી બુધવારથી સતત પ્રેસ કોન્ફરન્સ કરીને 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજથી જોડાયેલ માહિતી આપી રહ્યા છે.

મનરેગા

મનરેગા સ્કીમ માટે બજેટની ફાળવણીમાં 40,000 કરોડનો ઉમેરો કરવામાં આવશે. જેમાં વિલેજથી પરત ફરી રહેલા પ્રવાસી મજૂરોને વધુ કામ મળશે. જેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે.

હેલ્થ

સ્ટેટને રૂપિયા 4,113 કરોડ રૂપિયા આપવામા આવ્યા છે. રૂપિયા 3,750 કરોડ રૂપિયા 3750 કરોડ આવશ્યક ચીજવસ્તુઓ માટે, ટેસ્ટીંગ અને કિટ્સ માટે રૂપિયા 550 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. PM રીબ કલ્યાણ હેઠળ દરેક પ્રોફેશનલ્સ માટે રૂપિયા 50 લાખનું ઈન્સ્યોરન્સ કવરેજ જાહેર કરવામા આવ્યું છે. ભારતમાં હેલ્થ વર્કર માટે કાયદો બનાવવામાં આવ્યો છે. મહામારી રોગ ધારામાં સુધારો કરવામા આવ્યો છે.

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સીધો ફાયદો ટ્રાન્સફર કેશ કરવામાં આવ્યા. જે અંતર્ગત 8.19 કરોડ ફાર્મરના ખાતામાં બે બે હજાર રૂપિયા આપવામાં આવ્યા છે. વધુમાં તેમને જણાવ્યું કે આ સિવાય દેશના 20 કરોડ જન-ધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 500-500 રૂપિયા મોકલાયા. ઉજ્જવલા યોજનામાં 6.81 કરોડ રસોઈ ગેસ ધારકોને ફરી સિલિન્ડર આપવામાં આવ્યુ. 2.20 કરોડ નિર્માણ મજૂરોને સીધા તેમના ખાતામાં રૂપિયા આપવામાં આવ્યા.

એજ્યુકેશન ટેક્નોલોજી વિશે વાત કરીને નિર્મલા સીતારમણે કહ્યું, દીક્ષા દ્વારા ઈ-કોન્ટેન્ટ પૂરું પાડવામાં આવશે. 1 ક્લાસ, 1 ચેનલ ધોરણ-1થી 12ની શરુઆત કરવામાં આવશે. રેડિયો, કમ્યુનિટી રેડિયોથી ભણાવવામાં મદદ કરાશે. દિવ્યાંગ લોકો માટે સ્પેશિયલ શિક્ષા સામગ્રી તૈયાર કરવામાં આવશે. 100 ટોપ યુનિવર્સિટીને ઓનલાઈન ભણાવવાની મંજૂરી આપવામાં આવશે. મનોદર્પણ નામથી પ્રોગ્રામ ચલાવવામાં આવશે.

વધુમાં અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં રુપિયા ટ્રાન્સફર કરાયા છે. જેમાં 16,394 કરોડ રુપિયા ખર્ચ થયા છે. આજની સૌથી મહત્વની વાત તો એ છે કે, આજે લોકડાઉન 3 નો પણ અંતિમ દિવસ છે. 4th લોકડાઉન લંબાવવામાં આવશે તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી શકે છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.