ખબર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ દિગજ્જ અભિનેતાના પિતાને કોરોના પોઝિટિવ આવતા ખડભડાટ, જાણો વિગત

કોરોનમા ભારતની સ્થિતિ છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 3525 કેસ સામે આવ્યા, 122 મોત, 1931 લોકો સારવાર બાદ સાજા થઈને ડિસ્ચાર્જ થયા 74,281 દર્દી અને 2,415 દર્દીના મૃત્યુ થયા છે તો 24,386 લોકો સાજા થયા 47,480 એક્ટિવ કેસ

બોલિવૂડ અભિનેતા ફ્રેડી દારૂવાલાના પિતા કોરોનાની ઝપેટમાં આવી ગયા. આ વાતની પુષ્ટિ કરતા ફ્રેડીએ જણાવ્યું કે, ‘તેમને પિતા 67 વર્ષના છે અને તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.’ જણાવી દઈએ કે ફ્રેડીનો બંગલો બીએમસી દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે

ફ્રેડીએ મીડિયાને જણાવ્યું કે, ‘મારા પિતાને તાવ અને શરીરમાં દુખાવો જેવા મોસમી લક્ષણો દેખાતા હતા, તેથી અમે તેને હલકામાં લીધું. જયારે ત્રણ ચાર દિવસે પછી મામલો ગંભીર થવા લાગ્યો ત્યારે તેમની તપાસ કરાવી ત્યારે તેઓનો કોરોના પોઝિટિવ આવ્યો. ડોક્ટરે તેમને ઘરે જ આઇસોલેશન રહેવાની સલાહ આપી છે.’

ફ્રેડીએ આગળ જણાવ્યું કે, ‘હોમ આઇસોલેશનમાં કોઈ સમસ્યા નથી’ કેમ કે તેને બંગલામાં ઘણા બધા રૂમ છે. પણ તે પોતાના 15 મહિનાના દીકરા હવાનને લઈને ચિંતિત છે.

જણાવીએ કે ફ્રેડી દારૂવાલાએ અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘હોલીડે ધ સોલ્ઝર નેવર ઑફ ડ્યૂટી’ માં જોવા મળ્યા હતો. આ ફિલ્મમાં ફ્રેડીએ ખતરનાક ખલનાયકની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2014માં આવી હતી અને આ ફિલ્મમાં ફ્રેડીના ખુબ જ વખાણ પણ થયા હતા. આ ઉપરાંત કમાન્ડો 2, રેસ 3, અને ફોર્સ 2 જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

જણાવી દઈએ કે દેશમાં લગભગ 74,480 થી પણ વધારે લોકો કોરાનાની જપેટમાં આવી ગયા છે, 2,415 થી વધારે લોકોએ પોતાની જીવ ગુમાવ્યા છે. આ મહામારીએ બધા લોકોની ચિતા વધારી છે. મહારાષ્ટ્રમાં આ મહામારીની વધારે અસર જોવા મળે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.