ઢોલીવુડ મનોરંજન

મહેશ-નરેશની અણધારી વિદાયથી ઢોલીવુડનો આ ખુંખાર વિલન પણ ભાંગી પડ્યો, જુઓ શું કહ્યું…

નરેશ-મહેશની ચિરવિદાય થતા દિગ્ગજ વિલન પણ દુ:ખમાં સરી પડ્યો,જ એનો શું કહ્યું

ગઈકાલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાના અવસાનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં અને ગુજરાતમાં દુઃખનું વાતાવરણ છે. બે દિવસ પહેલા જ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાએ આ દુનિયામાંથી વિદાય લીધી હતી. બે દિવસમાં બે સગા ભાઈઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ખોઈ બેસતા ગુજરાતી સિનેમાનો એક યુગ સમાપ્ત થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. મહેશ-નરેશના અકાળે થયેલા અવસાનથી ઘણા જ લોકો દુઃખી છે, ત્યારે તેમની સાથે કામ કરનારા અભિનેતાઓ પણ આ નિમિત્તે પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

Image Source

નરેશ કનોડિયા સાથે ફિલ્મોમાં એક ખલનાયક તરીકે ટક્કર આપનાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખુંખાર અને ખ્યાતનામ ખલનાયક અભિનેતા ફિરોઝ ઈરાનીએ પણ મહેશ-નરેશની વિદાય ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું.

Image Source

ફિરોઝ ઈરાનીએ જણાવ્યું હતું કે: “મારા મોટાભાઈ ગુમાવ્યા હોવાનું દુઃખ થઈ રહ્યું છે. હું અને નરેશભાઇ એક પછી એક ફિલ્મો કરતા ગયા અને ફિલ્મો હિટ થતી ગઈ. તે સમયે લોકોના માનસ પર એવી છાપ પડી ગઇ હતી કે, હીરો નરેશ હોય અને વિલન ફિરોઝ હોય તો જ ફિલ્મ જોવાની મજા પડે. જ્યારે ફિલ્મ નરેશ અને મહેશ સાથે મળતા ત્યારે રામલક્ષણ જોડી સાથે સરખાવતો આજે નરેશ અને મહેશ જોડી અમર થઈ ગઈ”.

Image Source

ફિરોજ ઈરાનીએ એમ પણ જણાવ્યું હતું કે: “અમે ભલે ફિલ્મોમાં દુશ્મન હોતા, પરંતુ અસલ જીવનમાં અમે બંને સારા મિત્રો હતા અને ભાઈ જેવા સંબંધો હતા, ઇન્ડસ્ટ્રીમાં બીજો નરેશ કનોડિયા પેદા નહીં થાય.”

Image Source

આ ઉપરાંત પણ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધન ઉપર પ્રધાનમંત્રી મોદીથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેતા હિતેન કુમારે પણ એક વિડીયો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે એક આખા યુગનો અંત થઇ ગયો છે.