હેલ્થ

મેથી ખાવાના આ ચમત્કારિક ફાયદાઓ તમને હજુ પણ નહિ ખબર હોય, જાણો આટલા બધા રોગ માટે છે રામબાણ ઈલાજ

આપણું રસોડું આપણા માટે આયુર્વેદનો ખજાનો છે. રસોડાની અંદર ઘણી એવી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારક હોય છે. એવું પણ કહેવાય છે કે સ્વસ્થ રહેવાનો રસ્તો આપણા રસોડા તરફથી જાય છે. ત્યારે આજે અમે તમને રસોડામાં ઉપયોગમાં આવતી એવી જ એક વસ્તુ મેથીના ઉપયોગ વિશે જણાવીશું. જે ઘણી જ બીમારીઓનો રામબાણ ઈલાજ છે.

Image Source

મોટાભાગે મેથીની ભાજીનું શાક અને ભજીયા પણ બનાવીને ખાઈએ છીએ, આપણા ઘરમાં કોઈ ઘરડું વ્યક્તિ હશે તો એ આપણને મેથી ખાવાના ફાયદાઓ વિષે જણાવતું જ હશે, ઘણીવાર આપણને પેટમાં દુઃખાવો થતો હોય ત્યારે પણ એ લોકો આપણને મેથીના થોડા દાણા ખાવાની સલાહ આપે છે. કારણ કે મેથીમાં ઘણા આયુર્વેદિક ગુણો છુપાયેલા છે. આજે અમે તમને એના એવા જ કેટલાક ચમત્કારિક ફાયદાઓ જણાવીશું.

Image Source

1. કિડનીને રાખે છે સ્વસ્થ:
મેથીના દાણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢીને કિડનીને એકદમ સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત તે ગૈસ્ટ્રિક પ્રોબ્લેમને પણ દૂર કરે છે. જેવી કે જલન અને એસીડીટી.

2. વજન ઘટાડવા માટે મેથી છે ઉપયોગી:
આજના સમયમાં વજન વધારાની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે અને આ લોકડાઉનના કારણે માણસ ઘરમાં જ બેઠો છે અને કસરત પણ કરી શકતો નથી માટે આ સમસ્યામાં વધારો થતો જોવા મળે છે ત્યારે મેથી વજન ઉતારવા માટેનો રામબાણ ઈલાજ છે. મેથીની અંદર ફાયબર અને જરૂરી પોષકતત્વો હોય છે જે ભૂખ મરવાદેતું નથી જેના કારણે વારંવાર ખાવાની ઈચ્છા તમને થતી નથી અને વજન વધવાની સમસ્યા પણ સર્જાતી નથી.

Image Source

3. બ્લડ પ્રેશર માટે:
જે લોકો હાઈ બ્લડ પ્રેશરથી હેરાન થતા હોય છે તેમના માટે મેથીના દાણા બહુ જ ફાયદાકારક છે. રાત્રે સોયા અને મેથીને પાણીમાં પલાળી રાખીને બીજા દિવસે પાંચ ગ્રામ સવારે અને સાંજે લેવા જોઈએ જેનાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રહેશે અને બ્લડ પ્રેશરમાં પણ રાહત મળશે.

4. ગેસ-એસીડીટીની સમસ્યાઓ દૂર કરે
મેથીના દાણા શરીરમાંથી ટોક્સિન બહાર કાઢીને કિડનીને હેલ્ધી રાખે છે. મેથીના દાણા આપણા શરીરના એસિડ એલ્કલાઈન બેલેન્સને મેન્ટેન કરે છે. જે લોકોને એસીડીટીની તકલીફ રહેતી હોય એ લોકો જો રોજ મેથીના દાણા ખાય તો એનાથી તેમને ગેસ્ટ્રિકની સમસ્યાઓ દૂર થાય છે.

Image Source

5. ત્વચા અને વાળ માટે ખુબ જ ફાયદાકારક:
જો તમને ખીલની સમસ્યા છે અને માથાના વાળ પણ ઉતરી રહ્યા છે તો વાળની અંદર મેથીના દાણાને પલાળી તેની પેસ્ટ લગાવવી. તેનાથી વાળ મજબૂત બનશે અને જલ્દી સફેદ પણ નહિ થાય.

6. શરીરના અંગોના દુ:ખાવા માટે છે ફાયદાકારક:
મેથી શરીરના દુખાવા માટે પણ ખુબ જ ગુણકારી છે. રોજ સવારે એકથી ત્રણ ગ્રામ મેથીના દાણા પાણીમાં પલાળી રાખીને પછી ચાવીને ખાવાથી સાંધામાં દુખાવો નથી થતો અને સાંધા મજબૂત થાય છે. આનાથી સાંધા અને સ્નાયુઓના દુ:ખાવામાં પણ આરામ મળે છે.

Image Source

7. બ્લડ પ્રેશર માટે
જે લોકો બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન છે એમના માટે પલાળેલી મેથી ખૂબ જ ફાયદાકારક હોય છે. રાતે સોયા અને મથીને પાણીમાં પલાળીને રાખો અને બીજા દિવસે સવારે અને સાંજે આને પાંચ ગ્રામ લેવું જોઈએ. આનાથી રક્તસંચાર ઠીક રહે છે અને બ્લડપ્રેશરમાં રાહત મળે છે.

8. શુગર રહે છે કંટ્રોલમાં:
મેથીના દાણામાં રહેલું સૉલ્યુબલ ફાઇબર્સ બ્લડ શુગરને કંટ્રોલમાં કરીને ડાયાબીટિઝને નિયંત્રણમાં રાખવામાં ખુબ મદદ કરે છે.

Image Source

9. પેટ સંબંધી સમસ્યાનો રામબાણ ઈલાજ:
મેથીમાં આયુર્વેદિક ઉનો રહેલા છે, મેથીના દાણા ખાવાથી પાચન સંબંધી તકલીફો દૂર થાય છે, વાયુ, મોળ, ઊબકા, આફરો, ખાટા ઘચરકા, વધારે પડતા ઓડકાર, પેટમાં ઝીણી ચૂંક, બંધાયા વગરનો પાતળો ઝાડો એ બધા ઉપદ્રવમાં આ સરળ ઘરગથ્થુ ઉપચાર ખુબ જ ફાયદાકારક છે. બે ચમચી મેથી અને બે ચમચી સુવા લઈને અધકચરા શેકી તેનું ચૂર્ણ કરી લેવું. સવાર-સાંજ એક-એક ચમચી જેટલું આ ચૂર્ણ ફાકી, ચાવીને પેટમાં ઉતારી જવાથી પેટ સંબંધી ઘણી તકલીફોમાં રાહત મળે છે.

10. હૃદયને રાખે સ્વસ્થ
મેથીના દાનમાં પોટેશિયમ ઘણી માત્રામાં મળી આવે છે, જે શરીરમાં સોડિયમના લેવલને કંટ્રોલ કરે છે. એનાથી રક્તસંચાર યોગ્ય રીતે થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

Image Source

11. હરસ મસા માટે:
હરસ-મસાની તકલીફ એક ગંભીર બીમારી છે જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મેથી અને સોયાને રાત્રે પલાળી તેનો રસ બીજા દિવસે સવારે લેવો. જેનાથી તમને ખુબ જ ફાયદો થશે.

12. સ્ત્રીઓ માટે પણ છે ફાયદાકારક:
સ્ત્રીઓના શ્વેતપ્રદર (સફેદ પાણી પડતું હોય તે) માં મેથીનું સેવન ખુબ જ લાભકારક છે. સુવાવડ પછી ઘણી સ્ત્રીઓને પ્રદરની ફરિયાદ કાયમ માટે ઘર કરી જાય છે. એમાં અડધી ચમચી જેટલું મેથીનું ચૂર્ણ થોડા ગોળ અને ઘી સાથે મેળવીને સવાર-સાંજ લેવાથી સારો ફાયદો થાય છે. મેથીના સેવનથી ગર્ભાશય સંકોચાય છે અને શરીર ધોવાતું અટકે છે. વળી તે વાયુશામક હોવાથી કમરનો દુખાવો અને પગની કળતરને પણ દૂર કરે છે.

Image Source

13. હાડકાઓની સમસ્યા માટે:
મેથીના દાણા હાડકાઓની સમસ્યામાં પણ રાહત આપે છે. રાત્રે મેથીના દાણા પલાળી રાખવાથી તેના ગુણ વધારે બની જાય છે. જેના કારણે પ્રયત્ન કરવો કે મેથીના દાણા પલાળીને જ ખાવા.

14. ડાયાબિટીસથી બચવા મેથી ખુબ જ ઉપયોગી:
ડાયાબિટીસથી બચવા માટે દરરોજ સવારે એક નાની ચમચી મેથી દાણાનું પાવડર પાણી સાથે લેવું. એક ચમચી મેથી દાણા એક કપ પાણીમાં આખી રાત પલાળી સવારે ગાળી તે પાણી પીવાથી ડાયાબિટિસના દર્દીઓને આરામ મળે છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.