ગ્રીષ્માની હત્યા કરનારા નરાધમ હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કરતા પૂછ્યું, “તમને મૃત્યુદંડ કેમ ન આપવો?” જવાબમાં ફેનિલે…

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ માસુમ ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કરી દીધો છે. કોર્ટે હત્યારા ફેનિલ ગોયાણીને 69 દિવસ બાદ દોષિત જાહેર કર્યો છે. જેના બાદ હવે કોર્ટ દ્વારા ફેનિલને સજા સંભળાવવામાં આવશે, આ કેસના ચુકાદા ઉપર મોટાભાગના લોકોની નજર ટેકવાયેલી હતી.

ત્યારે આજે હત્યારા ફેનિલ ગોયાણીને સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દોષિત જાહર કર્યા બાદ કોર્ટે તેને પૂછ્યું હતું કે, “તમને મૃત્યુદંડ કેમ ના આપવો ?” કોર્ટે એમ પણ જણાવ્યું કે, “નિ:સહાય હથિયાર વગરની યુવતીને પોતાની મર્દાનગી બતાવી મનુષ્યવધ કર્યો છે. જો તમે હથિયારથી યુવતીનો વધ કરો તો કોર્ટ કલમથી તમારો વધ કેમ ન કરે?”

જેના જવાબમાં ફેનિલ ગોયાણીએ કોઈ જવાબ આપ્યો નહોતો. તે શાંત બનીને ઉભો રહ્યો હતો, કોર્ટ દ્વારા તેને સજા પહેલા તેની વાત મુકવા માટે પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ ફેનિલ એક પણ શબ્દ બોલ્યો નહોતો. વારંવાર કોર્ટ દ્વારા ફેનિલને કહેવામાં આવ્યું કે “તમારે અંતિમ કઈ કહેવું હોય તો કહી શકો છો.” પરંતુ ફેનિલ કઈ ના બોલ્યો.

તમને જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્માની હત્યા બાદ માત્ર 7 દિવસમાં કોર્ટની અંદર 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેના બાદ કોર્ટમાં ડે ટુ ડે ટ્રાયલ ચાલુ હતા અને ગત 6 એપ્રિલના રોજ આ કેસની દલીલો પૂર્ણ થઇ હતી. જેના બાદ 16 એપ્રિલના રોજ કેસની સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી, પરંતુ બચાવ પક્ષના વકીલ હાજર ના રહેવાના કારણે આજે એટલે કે 21 એપ્રિલના રોજ આગળની સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં આરોપી ફેનિલ ગોયાણીને દોષિત જાહેર કરવામાં આવ્યો.

Niraj Patel