આખરે આવી જ ગયું હત્યારા ફેનિલનું કાળું કારસ્તાન સામે, FSLમાં મોકલવામાં આવેલા ઓડિયો રેકોર્ડિંગની સામે આવી હકીકત, જુઓ શું રિપોર્ટ આવ્યો

સુરતના ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર એક પછી એક મહત્વના ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસની અંદર પોલીસ તબડતોબ પોતાની તપાસ શરૂ કરી દીધી હતી, અને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને ઘણા બધા મહત્વના પુરાવા પણ ભેગા કરી લીધા હતા. જેના બાદ  આજે સોમવારના રોજ 1000થી પણ વધારે પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

હત્યારા ફેનિલે ગ્રીષ્માની હત્યા કર્યા બાદ તેની એક ઓડિયો કલીપ સામે આવી હતી, આ ઓડિયો ક્લિપની અંદર તે તેના મિત્ર  સાથે વાત કરી રહ્યો હતો અને જેમાં તે ગ્રીષ્માને મારી નાખવાનું જણાવતો હતો. આ ક્લિપના આધારે પોલીસ આરોપી ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં પણ લઇ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ હવે એફએસએલ દ્વારા પોલીસને સોંપી દેવામાં એવો છે.

ત્યારે હવે ફેનિલની આ ઓડિયો કલીપ પણ પોઝિટિવ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓડિયો ક્લિપનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, આજે કોર્ટમાં પોલીસ તમામ પુરાવાઓને સાથે રાખી અને ચાર્જશીટ દાખલ કરશે. ઘટનાના આટલા ઓછા સમયની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનો આ સુરત જિલ્લા પોલીસનો પહેલો કિસ્સો બનશે.

આ કેસને લઈને ગત રવિવારના રોજ રેન્જ આઇજી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ યોજાઈ હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનીલનાં મોબાઈલની અંદરથી મળેલા પુરાવા અને ઓડિયો કલીપનો એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવા પણ ભેગા કરવામાં આવ્યા હતા.

ત્યારે આ મામલામાં હવે એમ પણ જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે ઓનલાઇન AK-47 રાફીલ ખરીદવા માટે વેબસાઈટ ઉપર સર્ચ કર્યું હતું. ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ બનાવી લીધું હતું તેવી બાબત પોલીસ તપાસમાં સામે આવી છે. જેમાં એ પણ સામે આવ્યું છે કે ફેનિલે હત્યા કરતા પહેલા ઇન્ટરનેટ ઉપર સર્ચ કર્યું હતું અને જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો કે ઓનલાઇન હથિયારો કેવી રીતે ખરીદી શકાય.

Niraj Patel