ખબર

ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા થતા જ તેના વકીલે કહ્યું એવું કે સાંભળીને તમારું પણ લોહી ઉકળી ઉઠશે, ફેનિલને બચાવવા હવે કરશે આ કામ

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા કેસની અંદર ગઈકાલે ચુકાદો આવી ગયો. સુરતની સેસન્સ કોર્ટ દ્વારા માસુમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનારા નરાધમ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. જેના બાદ ગ્રીષ્માનો પરિવાર પણ ન્યાય માટે સંતોષ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ ખુશ નથી દેખાઈ રહ્યા.

ફેનીલનાં વકીલ ઝમીર શેખ કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ઠ નથી, તેમને હવે આ ચુકાદાને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે કહ્યું છે. ઝમીર શેખે જણાવ્યું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. સાક્ષીઓએ 164માં નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.

ઝમીર શેખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફેનિલ ગોયાણીએ મરનાર બેન છે તેમને પાછળથી પકડ્યા હતા, મારવી હોત તો સામેથી મારીને ચાલી ગયો હોત. પરંતુ સોસાયટી વાળા પથ્થર મારતા હતા તે પથ્થરથી બચવા માટે તેના આમ કર્યું. આ ઉપરાંત તેમને ડેડ બોડીનું પંચનામું પણ નહિ થયું હોવાનું જણાવ્યું હતું.

ફેનિલ ગોયાણીને ફાંસી આપવાના કોર્ટના ચુકાદાને પડકારતા તેમને એમ પણ કહ્યું હતું કે આ ચુકાદો સેસન્સ કોર્ટમાં જતા સુધી ફરી જશે. હજુ અમારી પાસે 30 દિવસનો સમય છે અમે આગળ અપીલ કરીશું. તેમને આ ચુકાદાને લઈને જણાવ્યું કે આ સજા વધારે પડતી સજા છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે આરોપીને મરનાર બેનનાના પરિવાર દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતો હતો, ટોર્ચર કરવામાં આવતો હતો. એ હું રેકોર્ડ ઉપર લાવવા માંગતો હતો.

તેમને એમ પણ જણાવ્યું કે બંનેના પ્રેમ સંબંધને હું રેકોર્ડ ઉપર લાવવા માંગતો હતો, પરંતુ તે પણ કોર્ટે નથી લીધું રેકોર્ડ ઉપર. ત્યારબાદ પથ્થરમારાને મેં રેકોર્ડ ઉપર લાવવનો પ્રયત્ન કર્યો. હવે અમે ઉપરની કોર્ટમાં જઈશું. હાઇકોર્ટને બતાવીશું, સુપ્રીમ કોર્ટને બતાવીશું. અમે કોર્ટના જજમેન્ટને માથે રાખીએ છીએ પરંતુ અમારા અપીલનો પણ અધિકાર છે.

આ ઉપરાંત ઝમીર શેખે એમે પણ જણાવ્યું કે નામદાર કોર્ટ દ્વારા ચુકાદામાં લખવામાં આવ્યું છે કે આખો રેકોર્ડ હાઈકોર્ટમાં મોકલવામાં આવશે અને જ્યાં સુધી હાઇકોર્ટ બહાલી નહિ આપે ત્યાં સુધી આરોપીને ફાંસી નહિ આપવામાં આવે, ફાંસીનો આ કેસ નથી અને અમે પણ હવે આગળ આ કેસ માટે અપીલ કરતા રહીશું.