સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આવી ગઈ મોટી અપડેટ, હવે કોર્ટમાંથી કેસ નીકળીને….

છેલ્લા કેટલાક દિવસથી સુરતનો ગ્રીષ્મા વેકરિયા કેસ ખૂબ જ ચર્ચામાં છે. આ કેસની તપાસ ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. આ કેસના પડઘા સમગ્ર ગુજરાત રાજય સહિત દેશભરમાં ગુંજી રહ્યા છે. આ કેસમાં સોમવારના રોજ આરોપી ફેનિલ સામે 2500 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ત્યારે આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી આજે એટલે કે બુધવારના રોજ કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે બાદ આરોપી ફેનિલ ગોયાણી સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરી અને સાક્ષીઓની જુબાન લેવામાં આવશે.

આ કેસમાં ઝડપભેર ટ્રાયલ પૂરી થાય અને ગ્રીષ્મા વેકરિયાને ન્યાય મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે, તેવું મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યુ હતુ. નયન સુખડવાલા અનુસાર, કામરેજ પોલીસે ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલની સામે 2500 પેજની ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં 23 પંચનામાં, 190 સાક્ષી, 188 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મેડિકલનો પુરાવો, ફોરેન્સિક પુરાવો અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવો વગેરે રજૂ કરવામાં આવ્યા છે.

આરોપી ફેનિસ સામે ફરિયાદ પણ નોંધાવામાં આવી છે અને આ કેસ સેશન્સ ટ્રાયેબલનો હોવાને કારણે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ સમગ્ર જગ્યાએ તેને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ થઇ રહી છે. હત્યારા ફેનિલે જાહેરમાં ગ્રીષ્માના ગળે ચપ્પુ મૂકી તેની હત્યા કરી દીધી હતી અને હત્યા બાદ ગ્રીષ્માએ તેના પ્રાણ છોડી દીધા હતા જે બાદથી આ કેસમાં રોજ રોજ અલગ અલગ ખુલાસા થઇ રહ્યા છે અને ફેનિલ વિરૂદ્ધ પુરાવા પણ એકત્રિત થઇ રહ્યા છે.

ગ્રીષ્માની હત્યા પહેલા ફેનિલ ગોયાણીએ તેના મિત્ર સાથે ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પણ પોલિસને મળી હતી અને આને આધારે પોલિસે ફેનિલના રિમાન્ડ દરમિયાન ગાંધીનગર FSLમાં લઇ ગયા બાદ ત્યાં વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરાવ્યો હતો. જે બાદ તેનો રીપોર્ટ પોલિસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી કઠોરની કોર્ટમાં ચાર્જશીટ કરી દીધી છે. કઠોર કોર્ટમાંથી આ કેસ કમિટ થઇને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Shah Jina