સુરતની દીકરી ગ્રીષ્માનો હત્યારો ફેનિલ ધડામ દઈને પડ્યો…આવી હાલત થતા જ તાબડતોડ એમ્બ્યુલન્સ આવી જુઓ PHOTOS

સુરતમાં 12 ફેરબ્રુઆરીનાં રોજ થયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં હવે થોડા જ દિવસમાં એક મહિનો પૂર્ણ થવાનો છે. આ મામલાનો મુખ્ય આરોપી પોલીસની ધરપકડમાં છે અને હાલમાં તેના કોર્ટ ટ્રાયલ પણ ચાલુ છે. આ દરમિયાન કોર્ટમાંથી એક પછી એક ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે, ત્યારે આજે તો એક નવી જ ઘટના કોર્ટમાં ઘટી.

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે પણ કોર્ટ ટ્રાયલ હતું અને તેમાં આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું, આ દરમિયાન જ ચાલુ કેસ કાર્યવાહી સમયે જ ફેનિલ ગોયાણી બેભાન થઈને ઢળી પડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક ધોરણે તેની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. 1 કલાક અને 20 મિનિટની સારવાર બાદ તેની તબિયતમાં સુધારો આવ્યો હતો.

કોર્ટની અંદર ચાલુ સુનાવણી દરમિયાન જ ફેનિલ બેભાન થઇ જવાના કારણે ભાગદોડ પણ મચી ગઈ હતી, અને તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું.

ગ્રીષ્મા હત્યા કેસની અંદર દિન પ્રતિદિન ટ્રાયલ ચાલુ જ છે અને આ કેસમાં 190 જેટલા સાક્ષીઓ પણ છે. ગત શનિવાર્ણ રોજ આ ઘટનાસ્થળના સાક્ષી એવા મામતલદારની પણ જુબાની લેવામાં આવી હતી. રોજ કોર્ટમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે અને રોજના 7 કલાક સુધી કોર્ટ ટ્રાયલ ચાલે છે.

આ મામલામાં ગ્રીષ્માના સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે. પોલીસ પાસે આ ઘટનાના સાક્ષીઓ પણ છે અને તેના આધારે જ પોલીસે પણ ગણતરીના દિવસોમાં જ 2500 પાનાની ચાર્જશીટ પણ કોર્ટમાં દાખલ કરી દીધી હતી.

Niraj Patel