ગ્રીષ્મા હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો : ગ્રીષ્માની હત્યા કરવા માટે આ નરાધમે એવું ખતરનાક કામ કર્યું કે

છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં થયેલ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કેસના પડઘા હજી પણ શમ્યા નથી, ત્યાં હવે ફરી એકવાર આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી ફેનિલને હત્યા માટેના અનેક વિચારો આવતા હતા અને પોલિસે તેનો મોબાઇલ કબ્જે લઇને FSL તપાસમાં આપ્યો હતો, જેની તપાસમાં હાલ ચોંકાવનારો ખુલાસો થયો છે. ફેનિલે એ તપાસ કરી હતી કે વેબસાઇટ પર એકે 47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય ? જો કે, આ તેને ન મળતા બીજા કેટલાક વિકલ્પ શોધ્યા હતા.

ગ્રીષ્મા હત્યા કેસના દિવસે શું બન્યુ અને કેવી રીતે બન્યુ તેની પોલિસ તપાસ કરી રહી છે અને સાથે સાથે આ કેસ જેમ જેમ આગળ વધે તેમ તેમ અનેક ખુલાસા પણ થઇ રહ્યા છે. ગ્રીષ્માની હત્યા પહેલામી વાતચીતની ઓડિયો ક્લીપનો FSLનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને ફેનિલ પકડાયા 6 દિવસ બાદ એટલે કે આજે સોમવારના રોજ પોલિસ ચાર્જશીટ પણ દાખલ કરવાની છે, જે દિવ્યભાસ્કરના રીપોર્ટ અનુસાર 1000થી વધુ પાનાની હોઇ શકે છે.

ત્યારે હવે આ કેસમાં ગુરુવારથી કોર્ટ ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા છે. આરોપી ફેનિલે ગ્રીષ્માની ગળુ કાપી હત્યા કરી તે બાદથી પોલિસ આ કેસમાં ખૂબ જ ઝડપી તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યુ કે, ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે અલગ અલગ સ્ટાઇલ પણ શોધી હતી અને જેમાં તે એવું શીખ્યો હતો કે ગળુ કાપી કેવી રીતે હત્યા કરવી. ઉલ્લેખનીય છે કે, રીપોર્ટ્સ અનુસાર આરોપી ફેનિલે 30 વેબસાઈટ પર હત્યાનું સર્ચ કર્યુ હતુ.

આ મહત્વના પુરાવા પોલિસે FSLની મદદથી શોધી કાઢ્યા હતા. આ ઉપરાંત પણ ઘટનાસ્થળે જે પણ બન્યુ હતુ તેના વીડિયો પણ અનેક લોકોના ફોનમાંથી લઇ પોલિસે તેનો વીડિયો ક્લિપ પુરાવા તરીકે ઉપયોગ કર્યો. જયારે ગ્રીષ્માની હત્યા ફેનિલે કરી ત્યારે તે સવારથી પ્લાનિંગ કરી રહ્યો હતો અને આ માટે તેણે ક્રાઇમ પેટ્રોલ સહિત અનેક શો પણ જોયા હતા. તે બાદ તેણે ફ્લિપકાર્ટ પરથી ચાકુનો ઓર્ડર પણ આપ્યો, પરંતુ તેને આવવામાં મોડુ થવાને કારણે તેણે તે ઓર્ડર રિજેક્ટ કરી દીધો. જે બાદ તે એક મોલમાંથી ચાકુ લાગ્યો હતો.

હત્યારા ફેનિલે ગ્રીષ્માની હત્યા કર્યા બાદ તેની એક ઓડિયો કલીપ સામે આવી હતી, આ ઓડિયો ક્લિપની અંદર તે તેના મિત્ર  સાથે વાત કરી રહ્યો હતો અને જેમાં તે ગ્રીષ્માને મારી નાખવાનું જણાવતો હતો. આ ક્લિપના આધારે પોલીસ આરોપી ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં પણ લઇ ગઈ હતી. જ્યાં તેનો વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ હવે એફએસએલ દ્વારા પોલીસને સોંપી દેવામાં એવો છે.

ત્યારે હવે ફેનિલની આ ઓડિયો કલીપ પણ પોઝિટિવ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઓડિયો ક્લિપનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, આજે કોર્ટમાં પોલીસ તમામ પુરાવાઓને સાથે રાખી અને ચાર્જશીટ દાખલ કરશે. ઘટનાના આટલા ઓછા સમયની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનો આ સુરત જિલ્લા પોલીસનો પહેલો કિસ્સો બનશે.

આ કેસને લઈને ગત રવિવારના રોજ રેન્જ આઇજી સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ યોજાઈ હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનીલનાં મોબાઈલની અંદરથી મળેલા પુરાવા અને ઓડિયો કલીપનો એફએસએલ રિપોર્ટ સહિતના પુરાવા પણ ભેગા કરવામાં આવ્યા હતા.

આ કેસની અંદર પોલીસ તબડતોબ પોતાની તપાસ શરૂ કરી દીધી હતી, અને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને ઘણા બધા મહત્વના પુરાવા પણ ભેગા કરી લીધા હતા. જેના બાદ  આજે સોમવારના રોજ 1000થી પણ વધારે પાનાંની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવશે. ઘટનાના આટલા ઓછા સમયની અંદર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવાનો આ સુરત જિલ્લા પોલીસનો પહેલો કિસ્સો બનશે.

Shah Jina